'હું માઈન્ડસેટ બદલવા ઈચ્છું છું...' PM મોદીએ બિલ ગેટ્સ સાથે ચર્ચામાં ગણાવ્યો ભારતમાં ટેકનોલોજીનો કમાલ

Gujarat Tak

• 10:30 AM • 29 Mar 2024

PM Modi and Bill Gates: PM નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ વચ્ચે ઘણી વાતચીત થઈ. જેમાં બંનેએ AI, હેલ્થ અને ક્લાઈમેટ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

PM Modi

PM Modi

follow google news

PM Modi and Bill Gates: PM નરેન્દ્ર મોદી અને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ વચ્ચે ઘણી વાતચીત થઈ. જેમાં બંનેએ AI, હેલ્થ અને ક્લાઈમેટ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંને વચ્ચે આરોગ્યથી લઈને ટેકનોલોજી અને આબોહવા સુધીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. PM મોદીએ કહ્યું કે, જ્યારે આપણા દેશમાં બાળકનો જન્મ થાય છે ત્યારે 'આઈ' (મા) પણ બોલે છે અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) પણ બોલે છે.

આ પણ વાંચો

પીએમ મોદીએ કહ્યું કે, મેં આરોગ્ય, કૃષિ અને શિક્ષણ પર કામ કર્યું છે. મેં ગામડાઓમાં બે લાખ આયુષ્માન આરોગ્ય મંદિરો બનાવ્યા. મેં આરોગ્ય કેન્દ્રોને ટેકનોલોજી સાથે જોડ્યા છે. ટેક્નોલોજીના કમાલના કારણે, જેટલું મોટી હોસ્પિટલોમાં થાય છે, તેટલું નાના આરોગ્ય મંદિરમાં પણ થઈ રહ્યું છે. હું બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગુ છું અને શિક્ષકોની ખામીઓને ટેક્નોલોજીથી ભરવા માંગુ છું. બાળકોની રુચિ વિઝ્યુઅલમાં છે, સ્ટોરી ટેલિંગમાં છે. આ પ્રકારની સામગ્રી બનાવવાની દિશામાં કામ કરી રહ્યો છું. તેમણે વધુમાં કહ્યું કે, મેં અહીં પણ કૃષિ ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવી છે, હું માનસિકતા બદલવા માંગુ છું.

'પહેલી-બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં અમે પાછળ રહી ગયા...'

નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સને કહ્યું કે, 2023 G20 સમિટ દરમિયાન કેવી રીતે AIનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કાશી-તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન તેમના હિન્દી ભાષણનો તમિલમાં કેવી રીતે અનુવાદ કરવામાં આવ્યો હતો અને નમો એપમાં AIનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો.

વાતચીત દરમિયાન, જ્યારે બિલ ગેટ્સે પીએમ મોદીને તકનીકી પ્રગતિ વિશે પૂછ્યું કે જેના વિશે તેઓ ઉત્સાહિત છે, તો પીએમ મોદીએ કહ્યું કે, ઐતિહાસિક રીતે, પ્રથમ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન, અમે પાછળ રહી ગયા કારણ કે અમે એક ઉપનિવેશ હતા. હવે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિની વચ્ચે, ડિજિટલ તત્વ તેના મૂળમાં છે. હું માનું છું કે ભારત આ કરશે તેમાં ઘણો ફાયદો છે. તેમણે વધુમાં કહ્યું કે AI ખૂબ જ મહત્વપૂર્ણ છે.

PM મોદીએ મહિલાઓ પર શું કહ્યું?

પીએમ મોદીએ બિલ ગેટ્સને કહ્યું કે જ્યારે હું દુનિયામાં ડિજિટલ ડિવાઈડ વિશે સાંભળતો હતો ત્યારે હું કહેતો હતો કે હું મારા દેશમાં આવું કંઈ નહીં થવા દઉં. આજે હું મારા વિસ્તારના ગામડાઓમાં ડિજિટલ સુવિધાઓ આપવા માંગુ છું. મારો અનુભવ છે કે મારા દેશની મહિલાઓ નવી વસ્તુઓને તરત જ સ્વીકારી લે છે. હું કઈ વસ્તુઓને ટેક્નોલોજીમાં લઈ શકું જે તેમને અનુકૂળ હોય તેના પર કામ કરી રહ્યો છું. હું ભારતના ગામડાઓમાં ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવા માંગુ છું. હું મનોવૈજ્ઞાનિક પરિવર્તન કરવા માંગુ છું, નાની વસ્તુઓ નહીં, હું મોટી વસ્તુઓ કરવા માંગુ છું.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હું મહિલાઓના હાથમાં ટેક્નોલોજી મૂકવા માંગુ છું, ગામના તમામ લોકોને એવું લાગવું જોઈએ કે તે આપણા ગામને બદલી રહી છે. આ દિવસોમાં જ્યારે હું ડ્રોન દીદી સાથે વાત કરું છું, ત્યારે તે કહે છે કે મને સાઇકલ ચલાવતા આવડતું ન હતું, આજે હું ડ્રોન ચલાવું છું અને પાઇલટ બની ગઈ છું.
 

    follow whatsapp