દિલ્હીના નાગરિકો સાથે વિશ્વાસઘાત, CM કેજરીવાલના પત્નીએ મોદી સરકારની ઝાટકણી કાઢી

Gujarat Tak

22 Mar 2024 (अपडेटेड: Mar 22 2024 9:29 PM)

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે મુખ્યમંત્રીની ધરપકડના એક દિવસ બાદ એક્સ પર પોસ્ટ કર્યું કે, તમે ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીને મોદીજીએ સત્તાના અહંકારમાં ધરપકડ કરાવી.

ARvind Kejriwal Sunita Kejriwal

સુનિતા કેજરીવાલે ઝાટકણી કાઢી

follow google news

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે મુખ્યમંત્રીની ધરપકડના એક દિવસ બાદ એક્સ પર પોસ્ટ કર્યું કે, તમે ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીને મોદીજીએ સત્તાના અહંકારમાં ધરપકડ કરાવી. તમામને દબાવવા અને કચડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દિલ્હીના લોકો સાથે વિશ્વાસઘાત છે. 

આ પણ વાંચો

દિલ્હીના મુખ્યમંત્રીની 9 વાગ્યે થઇ હતી ધરપકડ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇડીએ ગુરૂવારે રાત્રે 9 વાગ્યે ધરપકડ કરી લીધી છે. મુખ્યમંત્રીની ધરપકડના એક દિવસ બાદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના પ્રમુખની ધરપકડ દિલ્હીના લોકો સાથે વિશ્વાસઘાત છે. સુનીતા કેજરીવાલે એક્સ પર પોસ્ટ લખ્યું કે, તમે ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીને મોદીજીએ સત્તાના અહંકારમાં ધરપકડ કરાવી. તમામને કચડવામાં લાગેલા છે. આ દિલ્હીના લોકોની સાથે ધોખેબાજી છે. તમારા મુખ્યમંત્રી હંમેશા તમારી સાથે ઉભા છે. અંદર જેલમાં રહે કે બહાર તેમનું જીવન દેશ માટે સમર્પિત છે. જનતા જનાર્દન છે, બધુ જ જાણે છે. જય હિન્દ.

आपके 3 बार चुने हुए मुख्यमंत्री को मोदीजी ने सत्ता के अहंकार में गिरफ़्तार करवाया।सबको crush करने में लगे हैं। यह दिल्ली के लोगो के साथ धोखा है।आपके मुख्यमंत्री हमेशा आपके साथ खड़े रहें हैं।अंदर रहें या बाहर, उनका जीवन देश को समर्पित है।जनता जनार्दन है सब जानती है।जय हिन्द🙏

— Sunita Kejriwal (@KejriwalSunita) March 22, 2024 ">

આપના અનેક ધારાસભ્ય મુખ્યમંત્રીના પરિવારને મળવા પહોંચ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, સીએમ કેજરીવાલના પરિવારને મળવા માટે ઘરની બહાર આપના ધારાસભ્ય અને નેતા  પહોંચી રહ્યા છે. પરિવારને મળવા પહોંચેલા આપ દિલ્હી પ્રદેશ સંયોજક અને કેબિનેટ મંત્રી ગોપાલ રાયના અનુસાર પોલીસે તેમને લાંબા સમય સુધી સીએમ આવાસની બહાર રોકી રાખ્યા અને રાહ જોવા માટે કહ્યું. પાર્ટીના તમામ ધારાસભ્યો અને પાર્ષદો પણ શુક્રવારે સાંજે મુખ્યમંત્રીના ઘરે પહોંચ્યા અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. તમામ ધારાસભ્યો અને પાર્ષદ પગપાળા માર્ચ કરતા તેમના ઘરે પહોંચ્યા. આ દરમિયાન દિલ્હી અને પંજાબ વિધાનસભાના સ્પીકર પણ હાજર રહ્યા. અગાઉ પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓએ પણ ઘરે પહોંચીને પરિવારના લોકો સાથે મુલાકાત યોજી હતી. 

26 માર્ચે પીએમ આવાસનો ઘેરાવ કરાશે

અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગે આમ આદમી પાર્ટી દ્વારા અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, આ વર્ષે હોળીનો કાર્યક્રમ નહી થાય. 25 માર્ચે અમે લોકો પાસે જઇશું અને તેમને જણાવીશું કે દેશમાં શું ચાલી રહ્યું છે. 26 માર્ચે સમગ્ર દિલ્હીના કાર્યકરો પીએમ આવાસનો ઘેરાવ કરશે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં પ્રદર્શન કરશે. 

    follow whatsapp