દેશનું અનોખું મંદિરઃ માનતા પૂરી થતાં શ્રીફળ કે મીઠાઈ નહીં ઘડિયાળ ચઢાવે છે ભક્તો, ખૂબ જ રસપ્રદ છે કારણ

Gujarat Tak

18 Apr 2024 (अपडेटेड: Apr 18 2024 3:29 PM)

Unique Temples: હિન્દુસ્તાન આજથી નહીં પરંતુ પ્રાચીનકાળથી આધ્યાત્મિકતા અને આસ્થા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીં હાજર લગભગ દરેક મંદિર કોઈને કોઈ રહસ્ય અને પૌરાણિક તથ્યો સાથે જોડાયેલા છે.

Unique Temples

એક એવું મંદિર જ્યાં પ્રસાદને બદલે ચઢાવવામાં આવે છે ઘડિયાળ

follow google news

Unique Temples: હિન્દુસ્તાન આજથી નહીં પરંતુ પ્રાચીનકાળથી આધ્યાત્મિકતા અને આસ્થા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીં હાજર લગભગ દરેક મંદિર કોઈને કોઈ રહસ્ય અને પૌરાણિક તથ્યો સાથે જોડાયેલા છે. ભારતમાં મહાકાલ મંદિર, વૈષ્ણો દેવી, મીનાક્ષી મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, જગન્નાથ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર જેવા ઘણા વિશ્વ વિખ્યાત મંદિરો આવેલા છે. આ મંદિરમાં ભગવાનને વિવિધ પ્રકારના પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.  પરંતુ શું તમે એવું ક્યાંય સાંભળ્યું છે કે કોઈ મંદિરમાં ઘડિયાળ અર્પણ કરવામાં આવતી હોય. જી હાં, આજે અમે આપને ભારતના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં ભગવાનને ઘડિયાળ અર્પણ કરાય છે. તો ચાલો જાણીએ આ મંદિર વિશે... 

આ પણ વાંચો

મધ્યપ્રદેશમાં આવેલું છે આ મંદિર

અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તે મંદિરનું નામ છે સગસ બાવજી મંદિર. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ મંદિર કોઈ અન્ય રાજ્યમાં નહીં પરંતુ હિન્દુસ્તાનનું દિલ કહેવાતા રાજ્ય મધ્યપ્રદેશના મંદસૌરમાં આવેલું છે. એવું કહેવાય છે કે અહીં છેલ્લા 30 વર્ષથી એક અનોખો પ્રસાદ ચઢાવવામાં આવે છે, જેના વિશે સાંભળીને લગભગ દરેક વ્યક્તિ થોડીવાર માટે વિચારમાં પડી જાય છે.

સગસ બાવજી મંદિરનું મહત્વ

તમને જણાવી દઈએ કે, સગસ બાવજી મંદિરને 'ઘડીવાલે બાવજી' મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, સગસ બાવજી સંપત્તિની રક્ષા કરે છે. આ સિવાય એવું માનવામાં આવે છે કે સગસ બાવજી ભટકેલા લોકોને રસ્તો બતાવવાનું કામ કરે છે. આ મંદિરના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

આ પણ વાંચોઃ ભારતનું સૌથી અનોખું મંદિર, જ્યાં સમયસર પ્રસાદ ધરાવવામાં ન આવે તો પાતળી થઈ જાય છે શ્રી કૃષ્ણની મૂર્તિ

 

મંદિરમાં અર્પણ કરાય છે ઘડિયાળ

મંદસૌરના આ મંદિરમાં લોકો ફૂલ અને મીઠાઈ કરતા વધારે ઘડિયાળો અર્પણ કરે છે. એવું કહેવાય છે કે આવું કરવાથી તે વ્યક્તિનો ખરાબ સમય દૂર થઈ જાય છે અને જીવનમાં માત્ર ખુશીઓ જ આવે છે. આ સિવાય એક અન્ય માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ આ મંદિરમાંથી ઘડિયાળ ચોરી કરે છે તો તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે, તેથી આ મંદિરમાંથી કોઈ ઘડિયાળ ઘરે લઈ જતું નથી.

બધી ઘડિયાળોનું શું થાય છે?

આખો દિવસ અહીં ઘણા લોકો આવે છે. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે મંદિરમાં અર્પણ કરવામાં આવેલી ઘડિયાળને નદીમાં પધરાવી દેવામાં દે છે. એવું પણ કહેવાય છે કે આ મંદિરમાં ક્યારેય તાળુ લગાવવામાં આવતું નથી. સ્થાનિક લોકોનું માનવું છે કે એક દિવસ કોઈ વ્યક્તિએ કેટલીક ઘડિયાળો ચોરી લીધી હતી અને બાદમાં તે અંધ બની ગયો. 

શું છે માન્યતા?

આ મંદિર વિશે એવી માન્યતા છે કે જો તમારો સમય ખરાબ ચાલી રહ્યો હોય અને તમે અહીં આવીને ઘડિયાળ ચઢાવો તો તમારો સમય સારો આવી જાય છે. હજારો લોકોએ અહીં માનતા માને છે અને તેમની માનતાઓ પૂર્ણ થાય ત્યારે ઘડિયાળ ચડાવે છે. આ આખો વિસ્તાર ઘડિયાળોથી ભરેલો છે. અહીં એવા ભક્તો આવે છે જેમનો સમય યોગ્ય નથી, પરંતુ અહીં આવનાર લોકોની અનેક પ્રકારની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. ખોવાયેલી વસ્તુ પણ અહીં મન્નત માંગીને મળી જાય છે. 


નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.


 

    follow whatsapp