ભારતનું સૌથી અનોખું મંદિર, જ્યાં સમયસર પ્રસાદ ધરાવવામાં ન આવે તો પાતળી થઈ જાય છે શ્રી કૃષ્ણની મૂર્તિ
Mysterious Krishna Temple : ભારતમાં અનેક ચમત્કારિક અને રહસ્યમય મંદિરો આવેલા છે. આ રહસ્યોને આજદિન સુધી વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
કેરળમાં આવેલું છે રહસ્યમય કૃષ્ણ મંદિર
દેશ-વિદેશમાંથી દર્શનાર્થે આવે છે ભક્તો
લગભગ 1500 વર્ષ જૂનું છે આ મંદિર
Mysterious Krishna Temple : ભારતમાં અનેક ચમત્કારિક અને રહસ્યમય મંદિરો આવેલા છે. આ રહસ્યોને આજદિન સુધી વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી. ત્યારે આજે અમે આપને એક એવા જ રહસ્યમય મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભગવાનને દિવસમાં 10 વખત પ્રસાદ ધરાવવામાં આવે છે. જો ભગવાનને સમયસર પ્રસાદ ધરાવવામાં ન આવે તો ભગવાનની મૂર્તિ પાતળી થવા લાગે છે. એટલું જ નહીં આ મંદિરના કપાટ દિવસમાં માત્ર 2 મિનિટ માટે જ બંધ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે...
કેરળમાં આવેલું છે આ મંદિર
કહેવાય છે કે તિરુવરપ્પુ શ્રી કૃષ્ણ મંદિરને માત્ર 2 મિનિટ માટે જ બંધ કરવામાં આવે છે. મંદિરના કપાટ 24 કલાકમાં માત્ર 2 મિનિટ માટે જ બંધ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મંદિરનું ટાળુ ખોલાવામાં જો વધારે સમય લાગે છે તો તે તાળાને તોડી દેવામાં આવે છે, જેથી ભગવાનને ભોગ ધરાવવામાં મોડું ન થાય.
દેશ-વિદેશમાંથી આવે છે ભક્તો
કેરળમાં આવેલા જે રહસ્યમય કૃષ્ણ મંદિર વિશે અમે વાત કરી રહ્યા છીએ, તેનું નામ 'તિરુવરપ્પુ શ્રી કૃષ્ણ મંદિર' છે. તે કોટ્ટાયમ જિલ્લાના તિરુવરપ્પુમાં આવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત તિરુવરપ્પુ શ્રી કૃષ્ણ મંદિર કરોડો ભક્તો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. અહીં માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી અને વિદેશમાંથી ભક્તો દર્શન કરવા આવે છે.
ADVERTISEMENT
લગભગ 1500 વર્ષ જૂનું છે મંદિર
તિરુવરપ્પુ શ્રી કૃષ્ણ મંદિરનો ઈતિહાસ ઘણો અનોખો અને રસપ્રદ છે. કહેવાય છે કે આ મંદિર લગભગ 1500 વર્ષ જૂનું છે. આ મંદિર પ્રાચીન સમયથી ચમત્કારી અને રહસ્યમય માનવામાં આવે છે. ઘણા લોકોનું એવું પણ માનવું છે કે આ મંદિરને કોઈ વ્યક્તિએ નહીં પરંતુ ભગવાને બનાવ્યું છે. આ મંદિરમાં સ્થાપિત ભગવાન કૃષ્ણની મૂર્તિને ચાર હાથ છે અને મૂર્તિનું મુખ પશ્ચિમ તરફ છે.
પાંડવો કરતા હતા ભગાવાનની પૂજા
આ મંદિર સાથે જોડાયેલી ઘણી દંતકથાઓ પ્રસિદ્ધ છે. તેમાંથી એક અનુસાર, વનવાસ દરમિયાન પાંડવો અહીં ભગવાન કૃષ્ણની આ મૂર્તિની પૂજા કરતા હતા. તેઓ સવારે અને સાંજે દીપ પ્રગટાવતા હતા અને ભગવાનને પ્રસાદ પણ અર્પણ કરતા હતો. વનવાસના અંત પછી જ્યારે પાંડવો અહીંથી જવાં લાગ્યા ત્યારે તિરુવરપ્પુના માછીમારોએ પ્રાર્થના કરી કે તેઓ મૂર્તિને અહીં છોડી દે.
ADVERTISEMENT
10 વખત અર્પણ કરાય છે પ્રસાદ
આ પછી તેઓ આ મૂર્તિને ગ્રામ દેવતા તરીકે પૂજવા લાગ્યા. એવું માનવામાં આવે છે કે, ભગવાન સહેજ ભૂખ પણ સહન કરી શકતા નથી. જો તેમને સમયસર ભોજન ન મળે તો તેઓ પાતળા થવા લાગે છે. આવી સ્થિતિમાં, તેમને દિવસમાં ઓછામાં ઓછા 10 વખત પ્રસાદ ચઢાવવામાં આવે છે.
ADVERTISEMENT
પૂજારીને તાળું તોડવાની છે છૂટ
આ મંદિરની બીજી વિશેષતા એ છે કે ગ્રહણ સમયે પણ મંદિર બંધ થતું નથી. મંદિર માત્ર 2 મિનિટ માટે બંધ રહે છે. સવારે 11.58થી 12.00 સુધી. કહેવાય છે કે, આ મંદિરના પૂજારી પાસે ચાવીની સાથે કુહાડી પણ હોય છે. ભગવાન ભૂખ સહન કરી શકતા નથી, તેથી જો મંદિરનું તાળું ખોલવામાં વિલંબ થાય છે, તો પૂજારીને કુહાડીથી તાળું તોડવાનો અધિકાર છે. તેથી તે તરત જ તાળું તોડી નાખે છે.
ADVERTISEMENT