Lok Sabha Election: લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં આ બેઠકો પર યોજાશે પેટાચૂંટણી

Gujarat Tak

16 Mar 2024 (अपडेटेड: Mar 16 2024 12:54 PM)

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી તારીખો જાહેર (Lok Sabha Election 2024 Date) થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની છ બેઠકો પર પેટાચૂંટણી (Gujarat Assembly By Elections) પણ યોજવાની છે. લોકસભાની તારીખોની જાહેરાત સાથે જ રાજ્યની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણીનું પણ એલાન થશે. 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા.

Lok Sabha Election 2024

હાલ ગુજરાત વિધાનસભાની શું છે સ્થિતી?

follow google news

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી તારીખો જાહેર (Lok Sabha Election 2024 Date) થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની છ બેઠકો પર પેટાચૂંટણી (Gujarat Assembly By Elections) પણ યોજવાની છે. લોકસભાની તારીખોની જાહેરાત સાથે જ રાજ્યની ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો પર પેટા-ચૂંટણીનું પણ એલાન થશે. 4 કોંગ્રેસ, 1 આપ અને 1 અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા હતા. છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠક ખાલી પડી છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં આ છ બેઠક પરથી પેટાચૂંટણી થશે. ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં પેટાચૂંટણી યોજાશે. 

આ પણ વાંચો

હાલ ગુજરાત વિધાનસભાની શું છે સ્થિતી?

હાલની ગુજરાત વિધાનસભાની સ્થિતિની વાત કરવામાં આવે તો 182 સીટ પર 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. તો ત્યારથી અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કોંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ પેટા-ચૂંટણી યોજાશે. હવે લોકસભાની સાથે વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ રસાકસીવાળું બની શકે છે.

    follow whatsapp