Hardik Patel : હાર્દિક પટેલ હાજર હો! રાજદ્રોહ કેસમાં પહોંચ્યા કોર્ટ, નકલી ટોલનાકાની વાતનો કર્યો ઉલ્લેખ

kenil somaiya

• 12:24 PM • 11 Dec 2023

Hardik Patel on Surat Case : 2017 માં પાટીદાર આંદોલન સમયે સુરતના યોગીચોક માં થયેલી જાહેર સભામાં હાર્દિક પટેલ દ્વારા અપાયેલા વિવાદિત નિવેદનને સરકારે હાર્દિક…

gujarattak
follow google news

Hardik Patel on Surat Case : 2017 માં પાટીદાર આંદોલન સમયે સુરતના યોગીચોક માં થયેલી જાહેર સભામાં હાર્દિક પટેલ દ્વારા અપાયેલા વિવાદિત નિવેદનને સરકારે હાર્દિક પટેલ વિરુદ્ધમાં કેશ કર્યો હતો. હાર્દિક પટેલનું રાજદ્રોહ કેસ મામલે આજે કોર્ટમાં ફર્ધર સ્ટેટ મેન્ટ લેવામાં આવ્યું હતું. આ મામલે વધુ સુનાવણી 20 ડિસેમ્બરના રોજ થશે.વર્ષ 2017 માં યોગીચોકમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના અનુસંધાને એક હતો જેનું આજે ફર્ધર સ્ટેટમેન્ટ આપવા માટે કોર્ટમાં હાજર થયો છું, કોર્ટની પ્રર્ક્રિયાનું હમેંશા માન સન્માન રાખેલું છે અને કાયદાકીય પ્રક્રિયામાં જે વકીલ સાથે રાખીને કોર્ટમાં જે તે જવાબ આપવાના હોય તે આજે જવાબ આપ્યા છે.

આ પણ વાંચો

રાજ્યમાં નકલી અધિકારીઓ અને ટોલ ટેક્સની બાબતનો કર્યો ઉલ્લેખ

રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી નકલી ટ્રેન્ડ કરી રહ્યું છે. તે પછી નકલી અધિકારીઓ હોય કે નકલી ટોલનાકું. આ બાબતે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું માનું છું કે આવું ન થવું જોઈએ,આવા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નકલી ટોલનાકાઓ પકડાઈ રહ્યા છે તેના પર કહ્યું કે, તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી ત્યાના કલેકટર અને જિલ્લા એસપી કરી રહ્યા છે.

કલમ 370 વિશે કરી વાત

વધુમાં જણાવ્યું હતું કે, બધા માટે ખુશીની વાત છે કે 370 કલમ હટાવવામાં આવી છે તેના કારણે પુરા જમ્મુ કશ્મીરમાં કાયમી શાંતિ થઈ છે, તો સ્વાભાવિક રૂપથી ઘણા બધા લોકોને પેટમાં દુખી રહ્યું છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટના કારણે, દરેક કોઈ વિરોધ કરતા હતા કે કશ્મીરમાં 370 ન હટાવી શકે, રામ મંદિર ન બની શકે, તો આજે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ઘણા બધા લોકો માટે ખુશીનો દિવસ છે.

    follow whatsapp