Stock Market Update: શેરબજારમાં તોફાની તેજી બાદ માવઠું, બપોર થતાં સેન્સેક્સ 1059 અંક તૂટ્યો

kenil somaiya

• 10:50 AM • 23 Jan 2024

Closing Bell: ગઇકાલે સ્ટોક માર્કેટ બંધ રહ્યા બાદ આજે સવારે માર્કેટ ખૂલતાંની સાથે જ 400 અંકની તેજી જોવા મળી હતી. પરંતુ તેજી સાથે ખુલેલું શેર…

gujarattak
follow google news

Closing Bell: ગઇકાલે સ્ટોક માર્કેટ બંધ રહ્યા બાદ આજે સવારે માર્કેટ ખૂલતાંની સાથે જ 400 અંકની તેજી જોવા મળી હતી. પરંતુ તેજી સાથે ખુલેલું શેર બજાર બપોર થતા ધડામ દઈને તૂટયું. બપોર થતાં થતાં શેરબજારમાં સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટ્સ ઘટ્યો. વૈશ્વિક બજારના મજબૂત સંકેતોના આધારે ભારતીય શેરબજારમાં વધારો થવાની ધારણા હતી પણ આજે શેરબજાર બંધ થતાં પહેલા લાલ નિશાને ટ્રેડનો ટ્રેન્ડ જોવા મળ્યો.ફાર્મા સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઘટ્યા હતા.

આ પણ વાંચો

મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. બેન્કિંગ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિયલ્ટી, પીએસઈ, મેટલ શેર દબાણ હેઠળ રહ્યા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1059 પોઈન્ટ અથવા 1.47 ટકાના ઘટાડા સાથે 70,370.55 પર બંધ રહ્યો હતો. જેના કારણે શેરબજારના રોકાણકારોને આજે 8 લાખ કરોડ રૂપિયાનું કુલ નુક્સાન જોવા મળ્યું.

નિફ્ટીના ટોપ લુઝર શેર:

ઇન્ડસઇન્ડ બેંક
કોલ ઈન્ડિયા
ઓએનજીસી
SBI લાઇફ
અદાણી પોર્ટ

નિફ્ટીના ટોપ ગેનર શેર:

સિપલા
સનફાર્મા
ભારતી એરટેલ
હીરો મોટોકોર્પ
ICICI બેંક

સેન્સેક્સના ટોપ લુઝર શેર:

ઇન્ડસઇન્ડ બેંક
એસબી આઈ
હિન્દુસ્તાન લીવર
એશિયન પેઇન્ટ
HDFC બેંક

સેન્સેક્સ ટોપ ગેનર શેર:

સનફાર્મા
ભારતી એરટેલ
ICICI બેંક
પાવર ગ્રીડ
બજાજ ફિનસર્વ

    follow whatsapp