આવતીકાલની રજા રદ… શનિવારે ખુલશે શેર માર્કેટ, ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર થશે કામ

malay kotecha

• 10:32 AM • 19 Jan 2024

શેર  બજાર (Stock Market)માં શનિવાર અને રવિવારે રજા હોય છે. માત્ર સોમવારથી લઈને શુક્રવાર સુધી જ બજાર ખુલ્લું રહે છે, પરંતુ હવે આ અઠવાડિયે શનિવારે…

gujarattak
follow google news
શેર  બજાર (Stock Market)માં શનિવાર અને રવિવારે રજા હોય છે. માત્ર સોમવારથી લઈને શુક્રવાર સુધી જ બજાર ખુલ્લું રહે છે, પરંતુ હવે આ અઠવાડિયે શનિવારે પણ ટ્રેડિંગ કરી શકાશે. આવતીકાલે એટલે શનિવારે  20 જાન્યુઆરી 2024ના રોજ શેર માર્કેટ ખુલ્લું રહેશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

20 જાન્યુઆરીએ શેરબજાર રહેશે ખુલ્લું

NSE અને BSEએ 29 ડિસેમ્બર 2023એ જાણકારી આપી હતી કે શનિવારે 20 જાન્યુઆરીએ શેરબજાર ખુલ્લું  (Stock Market Open) રહેશે. આ દિવસે તમે શેર બજારમા ટ્રેડિંગ કરી શકો છો. નેશનલ સ્ટોક એક્સચેન્જે ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઇન્ટ્રાડે (Intraday) સ્વિચ-ઓવર માટે આ ખાસ સેશન રાખ્યું છે. આવતીકાલે આ બંને સ્ટોક એક્સચેન્જો પર નાના-નાના બે સેશનમાં ટ્રેડિંગ કરી શકાય છે.

શનિવારે કેમ ખુલ્લું રહેશે શેર માર્કેટ?

ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે કે શનિવારે પણ શેરબજાર ખુલશે. નવા વર્ષમાં આ ટ્રેડિંગ સેશન દ્વારા સ્ટોક એક્સચેન્જ ડિઝાસ્ટર રિકવરી (DR) સાઇટની ટ્રાયલ કરવામાં આવશે. આનું કારણ પ્રતિકૂળ સંજોગોમાં પણ કોઈપણ વિક્ષેપ કે અડચણ વિના ટ્રેડિંગ ચાલું રાખવાનું છે. તેનો હેતું માર્કેટ અને રોકાણકારોમાં સ્થિરતા જાળવી રાખવાનો છે.

કેટલા વાગ્યે ખુલશે માર્કેટ?

NSEના સર્કુલર મુજબ, શનિવારે 2 સ્પેશિયલ સેશનનું આયોજન કરવામાં આવશે. પહેલું લાઈવ સેશન સવારે 9:15 વાગ્યે શરૂ થશે. પ્રથમ સેશન 45 મિનિટનું હશે અને 10 વાગ્યે સમાપ્ત થઈ જશે. તેનું ટ્રેડિંગ પ્રાઈમરી વેબસાઈટ પર કરવામાં આવશે. બીજું સેશન સવારે 11:30 વાગ્યે શરૂ થશે અને 1 કલાકનું સેશન હશે, જે બપોરે 12:30 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે પ્રી-ક્લોઝિંગ સેશન બપોરે 12:40થી 12:50 સુધી રહેશે.
આ પણ વાંચો
    follow whatsapp