Rajkot: 'અર્જુનભાઈ તો ભાજપમાં ભળી ગયા, હવે શું કરવાનું?, પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને આડેહાથ લેતા કાર્યકર્તાઓમાં હાસ્ય રેલાયું

Rajkot News: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેના કારણે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ પણ જાહેર કરી રહ્યા છે.

પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસને આડેહાથ લીધી

Rajkot News

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર

point

રાજકોટ લોકસભા બેઠક પરસોત્તમ રૂપાલાના નામની જાહેરા

point

પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Rajkot News: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેના કારણે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. રાજકીય પક્ષો તબક્કાવાર ઉમેદવારોના નામ પણ જાહેર કરી રહ્યા છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ અપાઈ છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક પર નામ જાહેર થયા બાદ પ્રથમવાર પરસોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા હતા. 

કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે લડે છે ચૂંટણીઃ રૂપાલા 

રાજકોટ ખાતે કાર્યકર્તાઓને સંબોધતી વખતે પરસોત્તમ રૂપાલાએ પોતાના અંદાજમાં કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેઓએ પોતાના અંદાજમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કાર્યકર્તાઓ ખડખડાટ હસવા લાગ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડે છે. હવે એ બચવાના રસ્તા શોધે છે.

વધુ વાંચો....'હું કોંગ્રેસમાં જ રહીશ', 2 અઠવાડિયા સુધી પણ પોતાની વાત પર અડગ ન રહી શક્યા Arjun Modhwadia, હવે પ્રજા કરશે વિશ્વાસ?

'અર્જુનભાઈ જેવા નેતા સામે આપણે લડવાનું હોય'

અર્જુન માઢવાડિયાને લઈને તેઓએ જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીની શું વાત કરીએ? અર્જુનભાઈ જેવા નેતા સામે તો આપણે લડવાનું હોય, મારે એમના વિશેના ભાષણો તૈયાર કરવાના હોય, હવે શું કરવાનું? હવે એ પાર્ટીના આગેવાનો ચૂંટણી આવશે એટલે આપણા કરતાં વધુ ટાઇટ જભા પહેરીને આવી જશે.

વધુ વાંચો....અંબરીશ ડેર બાદ હવે અર્જુન મોઢવાડિયાના પણ કોંગ્રેસને 'રામ રામ', MLA પદેથી આપ્યું રાજીનામું

મંગળવારે અર્જુન મોઢવાડિયા અને ડેર ભાજપમાં જોડાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ-રામ કહી દીધા હતા અને તેઓ ગાંધીનગર ખાતે પહોંચીને  વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું. જેના પછીના દિવસે એટલે કે મંગળવારે અર્જુન મોઢવાડિયાની સાથે અંબરીશ ડેરે પણ ગાંધીનગરમાં કમલમ ખાતે કેસરિયા કર્યા હતા.


ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp