ડભોઈમાં જૂથ અથડામણઃ લાકડી-પાઈપો લઈને એકબીજા પર તૂટી પડ્યા, 12 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

Vadodara Group Clash: વડોદરા જિલ્લામાંથી ફરી એકવાર જૂથ અથડમણના સમાચાર સામે આવી રહ્યા છે.

ડભોઈમાં જૂથ અથડામણ

Vadodara Group Clash

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

ડભોઈમાં નજીવી બાબતે જૂથ અથડામણ

point

લાકડી-પાઈપો લઈને સામ સામે આવી ગયા બે જૂથો

point

જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

Vadodara Group Clash: વડોદરા જિલ્લામાંથી ફરી એકવાર જૂથ અથડમણના સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં વડોદરાના ડભોઈ (Dabhoi)માં નજીવી બાબતે મોડી રાતે બે જૂથ વચ્ચે અથડામણ (Clash between two groups) સર્જાઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ બે જૂથના લોકો લાકડી-પાઈપો લઈને સામ સામે આવી ગયા હતા. જેમાં 12 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને હોસ્પિટલમાં ખસેવડવામાં આવ્યા છે, જેમાંથી 5 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ આ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

ડભોઈમાં બોલાચાલી બાદ મામલો વણસ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર,   ડભોઈમાં કડિયાવાડ વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો વણસ્યો હતો અને બે જૂથના લોકો એકઠા થઈ ગયા હતા. બંને જૂથના લોકો એકબીજા પર તુટી પડતા વાતાવરણ તંગ બન્યું હતું. બંને જૂથના લોકો એકબીજા પર લાકડી વડે તૂટી પડ્યા હતા, તો આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો. 

વધુ વાંચો... ઇન્ટરનેટની લતના કારણે સુરતમાં યુવતીનો આપઘાત, સમાજ માટે લાલબત્તિ સમાન કિસ્સો

12 ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં

આ અંગેની જાણ પોલીસે કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ડભોઈમાં જૂથ અથડામણની ઘટનામાં 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને ડભાઈ અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.  આ ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારસભ્ય પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને જૂથ અથડામણ થવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. 

વધુ વાંચો...વકીલ પાસે છૂટાછેડા માટે ગયેલી મહિલા પર વકીલે બળાત્કાર કર્યો અને પછી...
 

પોલીસ દ્વારા લેવાઈ રહ્યા છે નિવેદન 

હાલ પોલીસ દ્વારા મામલો વધુ ન વણસે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઈજાગ્રસ્તોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો હોસ્પિટલમાં દાખલ 12 લોકોમાંથી 5 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

    follow whatsapp