વકીલ પાસે છૂટાછેડા માટે ગયેલી મહિલા પર વકીલે બળાત્કાર કર્યો અને પછી...
Surat માં મહિલાએ પોતાના પતિ સાથે છુટાછેડા જોઇતા હોવાને કારણે એક વકીલને મળી હતી. જો કે તે વકીલે છુટાછેડા અપાવવાને બહાને પોતાની હવસનો શિકાર બનાવી હતી.એક મહિલા તેના પતિ સાથે છુટાછેડા ઇચ્છતી હોવાના કારણે વકીલ આસ્તિક છાયાણીનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
Surat માં મહિલાએ પોતાના પતિ સાથે છુટાછેડા જોઇતા હોવાને કારણે એક વકીલને મળી હતી. જો કે તે વકીલે છુટાછેડા અપાવવાને બહાને પોતાની હવસનો શિકાર બનાવી હતી.એક મહિલા તેના પતિ સાથે છુટાછેડા ઇચ્છતી હોવાના કારણે વકીલ આસ્તિક છાયાણીનો સંપર્ક કર્યો હતો. જો કે આ નરાધમ વકીલે છુટાછેડા અપાવવાને બદલે મહિલાને પોતાની લાલચમાં ફસાવી હતી. તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે.
હવસખોર વકીલે મહિલાને લલચાવી ફોસલાવી
હવસખોર વકીલે પતિ સાથે છુટાછેડા કરાવી આપવાની લાલચ આપીને મહિલા પર અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, 4 મહિના પહેલા જ પરિણીતાના લગ્ન થયા હતા. દરમિયાન પરિણીતાએ પોતાના પતિને સમગ્ર બાબત જણાવતા ભાંડો ફુટ્યો હતો. આખરે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.
લગ્નના 4 જ મહિનામાં પતિ સાથે ખટરાગ
લગ્નના માત્ર ચાર જ મહિનામાં પતિ સાથે ખટરાગ થવાના કારણે પરણિતા વકીલને મળી હતી. જો કે છુટાછેડાની વાત બાજુ પર રહી અને વકીલે તે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. પતિ-પત્ની વચ્ચે ખટરાગના કારણે પત્ની ફરિયાદ કરવા માટે પુર્ણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગઇ હતી. જ્યાં વકીલ આસ્તિક છાયાણી સાથે મુલાકાત તઇ હતી. ત્યાર બાદ વકીલે છાયાણીએ મહિલાને ફાર્મ હાઉસમાં લઇ જઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT