કોઈએ 8 કરોડ, તો કોઈએ 50 કરોડ... જાણો ઈન્ટરનેશનલ સિંગર્સે Ambani પાસેથી કેટલી લીધી ફી?

Gujarat Tak

05 Mar 2024 (अपडेटेड: Mar 5 2024 1:16 PM)

Anant-Radhika Pre Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ (Anant-Radhika Pre Wedding) સેરેમનીમાં કેરેબિયન પોપ સ્ટાર રિહાનાએ હેડલાઈન્સ બનાવી હતી.

 Anant-Radhika Pre Wedding

ઈન્ટરનેશનલ સિંગર્સે અંબાણી પાસેથી કેટલા રૂપિયા લીધા?

follow google news

Anant-Radhika Pre Wedding: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ  (Anant-Radhika Pre Wedding) સેરેમનીમાં કેરેબિયન પોપ સ્ટાર રિહાનાએ હેડલાઈન્સ બનાવી હતી. 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલેલી પ્રી-વેડિંગ સેરેમનીમાં રિહાનાએ પહેલા જ દિવસે પરફોર્મ કર્યું હતું. આવી સ્થિતિમાં રિહાનાની એન્ટ્રીથી લઈને પરફોર્મન્સ અને એરપોર્ટ લુક ઘણો વાયરલ થઈ રહ્યો હતો. પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવારના ઈવેન્ટનું ઈન્ટરનેશનલ સિંગર્સ સાથે જૂનું કનેક્શન રહ્યું છે? રિહાના પહેલા પણ ઘણા મોટા-મોટા ઈન્ટરનેશનલ સિંગર્સ અંબાણી પરિવારની ઈવેન્ટ્સમાં પરફોર્મ કરી ચૂક્યા છે. જેના માટે તેમણે અંબાણી પાસેથી મોટી રકમ પણ લીધી છે.  

આ પણ વાંચો

રિહાના

કેરેબિયન પૉપ સ્ટાર રિહાનાએ જામનગરમાં આયોજિત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. પ્રી-વેડિંગ સેરેમનીની પ્રથમ સાંજે પરફોર્મ કરીને રિહાનાએ માહોલ બનાવી દીધી હતો. આમ તો રિહાના એક પરફોર્મન્સ માટે 12 કરોડથી 99 કરોડ રૂપિયા લે છે. પરંતુ રિપોર્ટ્સનું માનીએ તો રિહાનાએ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ માટે લગભગ 50 કરોડ રૂપિયાની ફી લીધી છે.

 

બેયોન્સ


ફેમસ ઈન્ટરનેશનલ સિંગર બેયોન્સ નોલેસે પણ 2018માં ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈમાં પરફોર્મ કર્યું હતું. ઈશા અને આનંદની પ્રી-વેડિંગ સેરેમની રાજસ્થાનના ઉદયપુરમાં થઈ હતી. જેમાં બેયોન્સે શાનદાર સિંગિંગ પરફોર્મન્સ આપ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર બેયોન્સે આ પરફોર્મન્સ માટે 33 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

ક્રિસ માર્ટિન

ફેમસ સિંગર ક્રિસ માર્ટિન પણ અંબાણી ફેમિલી ઈવેન્ટ્સમાં પરફોર્મ કરી ચૂક્યા છે. 2020માં ક્રિસ માર્ટિને અંબાણી પરિવારના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં સ્ટેજ પર ગાયું હતું. રિપોર્ટ્સનું માનીએ તો મુકેશ અંબાણીએ આ માટે ક્રિસને 8 કરોડ રૂપિયાની ફી ચૂકવી હતી.

એડમ લેવિન

એડમ લેવિને 2019માં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના મંગલ પર્વ સેરેમનીમાં ગાયું હતું. મુંબઈમાં યોજાયેલી આ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે એડમ લેવિને 8 કરોડથી 12 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

જોન લિજેન્ડે 

અંબાણી પરિવારના ભવ્ય કાર્યક્રમમાં જાણીતા સિંગર જોન લિજેન્ડે પરફોર્મ કર્યું હતું. ખરેખર 2018માં ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈ ઈટાલીના લેક કોમોમાં થઈ હતી. આ સેરેમનીમાં જ્હોન લિજેન્ડે પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો હતો. જેના માટે તેમણે 8 કરોડ રૂપિયા સુધીની ફી લીધી હતી.

રિહાના છે સૌથી મોંઘી સિંગર

અંબાણી પરિવારના કાર્યક્રમોમાં પર્ફોર્મ કરનારા ગાયકોની યાદી સ્પષ્ટપણે દર્શાવે છે કે રિહાના ભારતમાં પરફોર્મ કરનારી સૌથી મોંઘી સિંગર છે. જેમને અંબાણી પરિવારે 5 મિલિયન ડોલર જેટલી મોટી રકમ આપી છે.

    follow whatsapp