આમ આદમી પાર્ટી એક્શન મોડમાં, જાણો કોને કોને સોંપી મહત્વની જવાબદારી

Niket Sanghani

• 02:18 PM • 17 Jan 2023

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી હતી.પરંતુ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીએ અનેક ગેરેન્ટી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી હતી.પરંતુ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીએ અનેક ગેરેન્ટી આપી પરંતુ ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને 182 બેઠકો માંથી ફક્ત 5 બેઠકો પર જ નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે.  ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંસંગઠનમાં મહત્વના ફેરફાર કર્યા છે. ગોપાલ ઇટાલીયાની જગ્યા એ ઇસુદાન ગઢવીને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે ઝોન મુજબ કાર્યકારી પ્રમુખોને સંગઠન  તૈયાર કરવા માટે પ્રભારી તરીકે નિમણૂક કરી  છે. તેમને જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પૂરતી સફળતા નથી મળી ત્યારે આમ આદમી પાર્ટીએ હવે લોકસભાની ચૂંટણી પર પૂરે પૂરું ફોકસ રાખ્યું છે. ત્યારે રાજુભાઇ સોલંકીને આમ આદમી પાર્ટીએ મહત્વની જવાબદારી સોંપી છે. રાજુભાઇ સોલંકી કાર્યકારી પ્રમુખ સાથે સૌરાષ્ટ્ર ઝોન પૂર્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે હવે ઝોન સાથે જિલ્લાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ગાંધીનગર ખાતે પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની મળી બેઠક, સરકાર સામે લડી લેવા રણનીતિ ઘડી

કોને કયા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી
રાજ્ય કાર્યકારી પ્રમુખ (સુરત ઝોન) અલ્પેશ કથીરિયાને સોંપવામાં આવી આ જવાબદારી
વડોદરા  અને સુરત  જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી

રાજ્ય કાર્યકારી પ્રમુખ (સૌરાષ્ટ્ર ઝોન પૂર્વ) રાજુભાઇ સોલંકીને સોંપવામાં આવી આ જવાબદારી
ભાવનગર, બોટાદ  અને સુરેન્દ્રનગર  જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી

રાજ્ય કાર્યકારી પ્રમુખ (દક્ષિણ ગુજરાત ઝોન) ચૈતર વસાવાને સોંપવામાં આવી આ જવાબદારી
મહીસાગર, પંચમહાલ, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, વલસાડ, દાહોદ  અને છોટા ઉદેપૂર  જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી

રાજ્ય કાર્યકારી પ્રમુખ (ઉત્તર ગુજરાત ઝોન) ડો.રમેશ પટેલને સોંપવામાં આવી આ જવાબદારી 
પાટણ , બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અને મહેસાણા જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી

રાજ્ય કાર્યકારી પ્રમુખ (સૌરાષ્ટ્ર ઝોન) જગમાલ વાળાને સોંપવામાં આવી આ જવાબદારી
અમરેલી, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, જામનગર અને ગિરસોમનાથ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી

રાજ્ય કાર્યકારી પ્રમુખ (મધ્ય ગુજરાત ઝોન) જ્વેલ વસરાને સોંપવામાં આવી આ જવાબદારી
ગાંધીનગર, આણંદ, ખેડા  અને અમદાવાદ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી

રાજ્ય કાર્યકારી પ્રમુખ (કચ્છ ઝોન) કૈલાશ ગઢવીને સોંપવામાં આવી આ જવાબદારી
કચ્છ અને મોરબી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારોનો જ વિજય થયો છે. 

વીસાવદર સીટ પરથી ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટણી જીત્યા
ગારિયાધાર બેઠક પરથી  સુધીર વાઘાણી ચૂંટણી જીત્યા
જામજોધપુર બેઠક પરથી   હેમંત આહીર ચૂંટણી જીત્યા
બોટાદ બેઠક પરથી  ઉમેશ મકવાણા ચૂંટણી જીત્યા
ડેડીયા પાડા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી જીત્યા

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp