પાટીદારો પરના કેસ ક્યારે પાછા ખેંચાશે? હાર્દિક પટેલે MLA બન્યા બાદ પહેલીવાર કહી આ વાત

Yogesh Gajjar

19 Dec 2022 (अपडेटेड: Dec 19 2022 7:59 AM)

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યોની શપથવિધિ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પાર્ટીના ધારાસભ્યો તથા 3 અપક્ષ ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. તેમામ 182 ચૂંટાયેલા…

gujarattak
follow google news

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ધારાસભ્યોની શપથવિધિ છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પાર્ટીના ધારાસભ્યો તથા 3 અપક્ષ ધારાસભ્યો પણ પહોંચ્યા હતા. તેમામ 182 ચૂંટાયેલા નેતાઓને પ્રોટેમ સ્પીકરે ધારાયભ્ય પદના શપથ લેવડાવ્યા. આ શપથવિધિમાં વિરમગામથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ પહોંચ્યા હતા. જેમાં તેમણે પાટીદારો પર અનામત આંદોલન વખતે થયેલા કેસોને લઈને નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો

પાટીદારોને કેસ ક્યારે પાછા ખેંચાશે?
હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં પાટીદારો પર આંદોલન વખતે કરવામાં આવેલા કેસોને લઈને નિવેદન આપ્યું હતું. હાર્દિકે કહ્યું કે, ટૂંક સમયમાં જ પાટીદારો પર થયેલા કેસ અંગે નિર્ણય લેવામાં આવશે. આ માટે મારે હમણાં જ ઋષિકેશ પટેલ સાથે વાતચીત થઈ છે. કાયદાની પ્રક્રિયામાં રહીને ઝડપથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાર્દિક પટેલની વાત કરીએ તો તેની સામે 20 જેટલા ક્રિમિનલ કેસો પેન્ડીંગ છે. આ કેસો 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે નોંધવામાં આવ્યા હતા.

‘વિધાનસભામાં અમે જ વિપક્ષની ભૂમિકામાં’
હાર્દિકે આ સાથે જ વિધાનસભામાં નબળા વિપક્ષ પર વાત કરતા કહ્યું કે, હાલ તો સરકાર અને વિપક્ષની ભૂમિકા અમે જ નીભાવિશું. કોંગ્રેસ 17 બેઠકો સાથે વિધાનસભામાં બીજા નંબરની પાર્ટી છે. તે વિપક્ષ માટે દાવેદાર છે, પરંતુ હજુ સુધી વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવી નથી. એવામાં અધ્યક્ષની પસંદ પણ વિપક્ષના નેતા વગર જ થશે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 સીટો આવી છે.

    follow whatsapp