ગરમીનો વધુ એક રાઉન્ડ! એપ્રિલમાં જ પારો 42 ડિગ્રીને પાર થશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Tak

• 10:35 AM • 16 Apr 2024

16 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે. આ દરમિયાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા તથા આણંદ સહિતના જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે.

Ambalal Patel

અંબાલાલ પટેલની તસવીર

follow google news

Weather Forecast: ગુજરાતમાં એક બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના પરિણામે છેલ્લા કેટલાક દિવસોથી અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે લોકોને કાળજાળ ગરમીથી રાહત મળી હતી. જોકે આવતીકાલથી રાજ્યમાં હવે ફરી ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 

આ પણ વાંચો

આ પણ વાંચો: Salman Khan ના ઘર પર ફાયરિંગની તપાસનો રેલો છેક ગુજરાત પહોંચ્યો, ભુજથી 2 શૂટર્સની ધરપકડ

મધ્ય ગુજરાતમાં પડશે આકરી ગરમી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 16 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે. આ દરમિયાન મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા તથા આણંદ સહિતના જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તો 18 એપ્રિલે કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. તો કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. આ બાદ 27 એપ્રિલથી ફરી ગરમી વધતા તાપમાન 43 ડિગ્રીની ઉપર જઈ શકે છે. 10 અને 12 મે દરમિયાન પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે.

આ પણ વાંચો: IPL 2024: હૈદરાબાદે પોતાનો જ રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ, બેંગ્લોર સામે 20 ઓવરમાં 287 રન ફટકાર્યા

આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

નોંધનીય છે કે, હવામાન વિભાગે સોમવારે જ આ વર્ષો સમાચું સામાન્ય કરતા સારું રહેશે તેવું જણાવ્યું હતું. આ વર્ષે 104થી 110 ટકા વચ્ચે વરસાદ પડી શકે છે. તો ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ આ વર્ષે 96થી 104 ટકા વચ્ચે વરસાદ પડવાની આગાહી કરી છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું આ વખતે ખૂબ સારું રહેશે. 

    follow whatsapp