WEATHER FORECAST: આગ ઝરતી ગરમી આવી રહી છે! ક્ચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી

Gujarat Tak

• 05:49 PM • 20 Mar 2024

Gujarat WEATHER FORECAST: રાજ્યમાં હવામાન વિભાગે ગરમીની આકરી આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે અને આગ ઝરતી ગરમીનો અનુભવ થશે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન સાથે વધુ ગરમી રહેશે તથા કંડલા અને પોરબંદરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

WEATHER FORECAST

ક્ચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી

follow google news

Gujarat WEATHER FORECAST: રાજ્યમાં હવામાન વિભાગે ગરમીની આકરી આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાના અંત સુધીમાં  રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે અને આગ ઝરતી ગરમીનો અનુભવ થશે. સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન સાથે વધુ ગરમી રહેશે તથા કંડલા અને પોરબંદરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો

ક્ચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી 

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારો સિવાય અન્ય વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી છે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી પણ ઉપર જશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાવાથી તાપમાન વધશે. ગરમીના વધારા સાથે જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ રહી છે. જેના સાથે જ કેટલાંક શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી સુધી પહોંચ્યો છે. વધુમાં હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ક્ચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરી છે.

હવામાન વિભાગની આકરી આગાહી

IMD મુજબ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 5 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષનો ઉનાળો વધુ આકરો રહેવાનુ અનુમાન પહેલાથી કરી દેવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં કંડલા, નલિયા, ઓખા, પોરબંદર, રાજકોટનુ મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યુ છે. આગામી 5 દિવસ સુધી કંડલા અને પોરબંદરમાં હિટવેવની સ્થિતિ રહેશે. આ વિસ્તારોમાં બપોરે 1થી 4 દરમિયાન ઘરમાંથી બહાર નીકળવાનુ ટાળવાની તેમજ વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

    follow whatsapp