Police Recruitment: ધોરણ-12 અને કોલેજના વિદ્યાર્થીઓ શું પોલીસની પરીક્ષા આપી શકે? હસમુખ પટેલે કરી જાહેરાત

Gujarat Tak

• 02:29 PM • 08 Apr 2024

Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી સામે આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે અપડેટ આપતા જણાવ્યું છે કે, ધોરણ-12 અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકશે.

Police Recruitment

અત્યાર સુધીમાં આટલા ફૉર્મ ભરાયા

follow google news

Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતી મામલે મહત્વની જાણકારી સામે આવી રહી છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે અપડેટ આપતા જણાવ્યું છે કે, ધોરણ-12 અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ આ ભરતી માટે અરજી કરી શકશે.  હાલ પોલીસ દળમાં સબ ઈન્સ્પેક્ટર કેડર સહિતની 12,472 જગ્યાઓ માટે ફૉર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. જેની અંતિમ તારીખ 30 એપ્રિલ 2024 છે. 

આ પણ વાંચો

વિગતો GPRB_202324_1.pdf (gujarat.gov.in) પરથી મળશે.

અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક

પોલીસ ભરતી બોર્ડે જાણકારી આપી છે કે,  ધોરણ 12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ ભરતીને લઈ અરજી કરી શકશે.  રાજ્યના ધો.12 અને કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ તાજેતરની પોલીસ ભરતીમાં ધો.12 અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે. એટલે કે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ ચોમાસા પછી શારિરિક પરિક્ષા પહેલા આવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.

Police Recruitment: પોલીસ ભરતીની પરીક્ષાની તારીખને લઈ હસમુખ પટેલની જાહેરાત

અત્યાર સુધીમાં આટલા ફૉર્મ ભરાયા

બીજી માહિતી આપતા ભરતી બોર્ડના અધ્યક્ષે જણાવ્યું કે, પોલીસ વિભાગમાં 12472 પદો પર ભરતી જે ભરતી થવાની છે તેના માટે અત્યાર સુધીમાં 1.55 લાખ અરજીઓ મળી છે. ઓનલાઈન મળેલી કુલ  1.55 લાખ અરજીમાંથી 1.18 લાખ ફોર્મ કન્ફર્મ થઈ છે., અરજીઓની ઝડપ જોતાં હજી 7.5 લાખ ફોર્મ ભરાવાની શક્યતા છે  તેમજ લોકરક્ષક અને PSI માં કુલ 10 લાખ અરજી આવવાની સંભાવના છે. ઉપરાંત  ઉમેદવારોએ વહેલી તકે અરજી કરવા માટે પણ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું છે.

    follow whatsapp