'જેને ઘરમાં પત્ની પાણી પણ નથી પીવડાવતી તે અમને સલાહ આપે છે', નીતિન પટેલે વિરોધીઓને લીધા આડેહાથ

Mehsana News: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર વિરોધીઓને આડેહાથ લીધા હતા.

'ઘરે પત્ની પાણીનો ગ્લાસ ન આપે તે અમને સલાહ આપતા'

Nitin Patel

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

નીતિન પટેલે વિરોધીઓ પર ચાબખા માર્યા

point

જાહેર મંચ પરથી સલાહ આપતા નેતાઓને આડેહાથ લીધા

point

નીતિન પટેલે નામનો ઉલ્લેખ કર્યા વિના કર્યા આકરા પ્રહાર

Mehsana News: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફરી એકવાર વિરોધીઓને આડેહાથ લીધા હતા. જાહેર મંચ પરથી પાટીદાર આગેવાનોની ઉપસ્થિતિમાં નીતિન પટેલે સલાહ આપતા નેતાઓને સલાહ આપવાનું બંધ કરવાની સ્પષ્ટ સૂચના આપી છે. 

આ પણ વાંચોઃ 'નીતિનભાઈએ નહીં ભાજપે કામ કર્યા છે', પૂર્વ DyCMના નિવેદન પર કડીના ધારાસભ્યની પ્રતિક્રિયા

મહેસાણા ખાતે કાર્યક્રમનું કરાયું હતું આયોજન

મહેસાણા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ માં ઉમિયા દિવ્ય રથ પરિભ્રમણ કાર્યક્રમને લઈને એક સભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટ્યા હતાં. તો આ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,  વિશ્વ ઉમિયાધામનાં પ્રમુખ આર.પી પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

નીતિન પટેલે ફરી એકવાર શબ્દો બાણ છોડ્યા

આ કાર્યક્રમમાં જાહેર મંચ ઉપરથી  નીતિન પટેલે કહ્યું હતું કે, 'હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપતા... જેના ઘરમાં પત્ની પાણી પણ નથી પીવડાવતી તે અમને સલાહ આપે છે...' આવા લોકોને સલાહ આપવાનું બંધ કરવા નીતિન પટેલે સ્પષ્ટ સૂચના આપી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, સલાહ આપનારની કેપેસિટી જોવી પડે.

આ પહેલા પણ આપ્યું હતું નિવેદન

આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ પણ  નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 'મેં કહ્યું ચૂંટણીમાં ભરતને મદદ કરો, તો કહે ભરત ન ચાલે. તમે આજકાલના આવેલા કડીને શું જાણો છો.'  નીતિન પટેલે પોતાના અંદાજમાં બળાપો કાઢીને જણાવ્યું હતું કે, કોણ ચાલે, કોણ ન ચાલે એ મારાથી વધુ કોઈ ન જાણે. કોઈ ચમચાગીરી નહીં કરવાની અને તટસ્થતાથી ચાલવામાં માનું છું.


ઈનપુટઃ કામિનીબેન આચાર્ય, મહેસાણા


 

    follow whatsapp