'નીતિનભાઈએ નહીં ભાજપે કામ કર્યા છે', પૂર્વ DyCMના નિવેદન પર કડીના ધારાસભ્યની પ્રતિક્રિયા
Reaction To Nitin Patel's Statement: મહેસાણાના કડીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
કડીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ
નીતિન પટેલ જાહેરમાં કાઢ્યો હતો બળાપો
'કામ નીતિન પટેલે નહીં ભાજપે કર્યા છે'
Reaction To Nitin Patel's Statement: મહેસાણાના કડીમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. કડીમાં એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાહેરમાં બળાપો કાઢ્યો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે નીતિન પટેલના નિવેદન પર કડીના ધારાસભ્ય કરશન સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, કામ નીતિન પટેલે નહીં ભાજપે કર્યા છે.
નીતિનભાઈ મને બોલાવતા નથીઃ કરશન સોલંકી
કડીના ધારાસભ્ય કરશન સોલંકીએ જણાવ્યું કે, કડીમાં નીતિનભાઈ એવું કહે છે કે બધું મેં કર્યું છે, પરંતુ નીતિનભાઈએ કામ નથી કર્યું, જે કામ થયાએ ભાજપે કર્યા છે. નીતિનભાઈ મને બોલાવતા નથી.
'મેં નીતિન પટેલને કોઈ શીખામણ નથી આપી'
તેઓએ જણાવ્યું કે, મેં ભરત પટેલનો કોઈ વિરોધ કર્યો નથી, નગરપાલિકામાં મહિલાને પ્રમુખ બનાવવાની વાત હતી. મારા દ્વારા કાઉન્સિલરોની વિનંતી પાર્લામેન્ટ સુધી રજૂઆત કરવામાં આવી હતી. મેં નીતિનભાઈને કોઈ શીખામણ આપી નથી. હું સાહેબને પગે લાગુ છું પણ તેમણે મને બોલાવવાનું બંધ કરી દીધું છે. મને બોલાવવો ન બોલાવવો એ નીતિનભાઈનો વિષય છે. નાગરિક બેંક એ નીતિનભાઈના ભાઈની સંસ્થા છે, એમના ભાઈની સંસ્થામાં મને બોલાવે ન બોલાવે એનો કોઈ વાંધો નથી. મેં નીતિનભાઈને કોઈ શીખામણ આપી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નીતિન પટેલે જાહેરમાં કાઢ્યો બળાપો, કહ્યું- આજકાલના આવેલા અમને શીખવાડે છે
શીખામણ આપનારાઓને આપી હતી ચેતવણી
આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ નીતિન પટેલે જાહેર મંચ પરથી શીખામણ આપનારાઓને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 'મેં કહ્યું ચૂંટણીમાં ભરતને મદદ કરો, તો કહે ભરત ન ચાલે. તમે આજકાલના આવેલા કડીને શું જાણો છો.' નીતિન પટેલે પોતાના અંદાજમાં બળાપો કાઢીને જણાવ્યું હતું કે, કોણ ચાલે, કોણ ન ચાલે એ મારાથી વધુ કોઈ ન જાણે. કોઈ ચમચાગીરી નહીં કરવાની અને તટસ્થતાથી ચાલવામાં માનું છું.
મારે કોઈ ચૂંટણીમાં ઉભું રહેવાનું નથીઃ નીતિન પટેલ
નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રજા મારી સાથે છે મારે કંઈ લેવાનું નથી કે કોઈ ચૂંટણીમાં ઊભું રહેવાનું નથી. હું કોઈ ઉમેદવાર નથી. હું ભાષણ આપું છું તે માટે તમે એવું ના સમજતા કે હું ચૂંટણીમાં ઉભો રહેવાનો છું.. આ ભરતભાઈ નીચે બેઠા છે જે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ છે અને તેઓ નીચે જમીન ઉપર બેઠા છે.
ADVERTISEMENT
જુઓ નીતિન પટેલે શું કહ્યું હતું?
ADVERTISEMENT
ઈનપુટઃ કામિનીબેન આચાર્ય, મહેસાણા
ADVERTISEMENT