અમરેલીના સવારકુંડમાં યોજાયેલ લોક ડાયરામાં દેવાયત ખવડ પર ડોલરનો વરસાદ, જુઓ Video

Niket Sanghani

24 Mar 2023 (अपडेटेड: Mar 24 2023 2:44 PM)

હિરેન રવૈયા, અમરેલી:  ગુજરાતમાં સૌથી વધારે લોક ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ થાય તે હવે જાણે સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ હવે લોક ડાયરામાં ડોલરનો વરસાદ…

gujarattak
follow google news

હિરેન રવૈયા, અમરેલી:  ગુજરાતમાં સૌથી વધારે લોક ડાયરાઓમાં રૂપિયાનો વરસાદ થાય તે હવે જાણે સામાન્ય વાત બની ગઈ છે. પરંતુ હવે લોક ડાયરામાં ડોલરનો વરસાદ થવા લાગ્યો છે/ રાજ્યમાં અનેક જગ્યાએ લોક ડાયરા અને ભજન કાર્યક્રમ કરવા તે આપણી જૂની પરંપરા છે. આમ પણ લોક ડાયરાઓમાં ગુજરાતી કલાકારો લોક ગીતો, ભજનો અને સાહિત્ય અને હાસ્યની વાતોની રમઝટ બોલાવે છે. માટે ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં લોકડાયરાઓનું આયોજન થાય છે. ત્યારે હાલમાં જ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા એક શામ શહિદો કે નામ અંતર્ગત વીર શહિદ વીરોની ગાથાના કાર્યકમ માં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને મનસુખ વસોયા સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી જેમાં રૂપિયા અને ડોલરનો વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો

દેવાયત ખવડ સહિતના આઝાદ ભારતના શહીદોની કથા વર્ણવીને રઢિયાળી રાતને ચાર ચાંદ લગાવ્યા હતા દેવાયત ખવડના દુહા છંદની રમઝટમાં ચલણી નોટોના વરસાદ સાથે ડોલર નો વરસાદ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં આ પહેલી ઘટના નથી આ પહેલા પણ લોક ડાયરામાં ડોલરનો વરસાદ થઈ ચૂક્યો છે. ગત સપ્તાહ ભરૂચ જંબુસરના ભાણખેતર ગામમાં આવેલ મસાણી માતાના મંદિર ખાતે યોજાયેલ લોક ડાયરામાં ડોલરની વર્ષા થઈ હતી. માતાજીના મંદિરે લીલુડો માંડવા કાર્યક્રમમાં ભાવિક ભક્તોએ ભારતીય ચલણી નોટ સાથે ડોલર પણ ઉડાવ્યા હતા.

દેવાયત ખવડે દુહા છંદની રમઝટ બોલાવી
સુખદેવ, રાજગુરુ ની કુરબાની અને દેશ પ્રેમની ભાવનાઓ ઉજાગર કરવાનો કાર્યક્રમ સાવરકુંડલા ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા દેવળા ગેટ ખાતે યોજવામાં આવેલ હતો ને પ્રસિદ્ધ લોક સાહિત્ય કાર દેવાયત ખવડને સંભાળવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જંગી જનમેદની વચ્ચે દેવાયત ખવડ દ્વારા દુહા છંદની રમઝટ બોલાવતા જોગીદાસ ખુમાણની ધરતીના છોરુઓએ ચલણી નોટોનો વરસાદ દેવાયત ખવડ પર કર્યો હતો. તો ડોલર પણ દેવાયત ખવડ પર ઉડાડીને કલારસિકોએ ચલણી નોટ, ડોલર ઉડાડયા હતા.

આ પણ વાંચો: પહેલા માળેથી પટકાતા બે વર્ષના બાળકનું મોત, પરિવાર શોકમાં ગરકાવ

દેવાયત ખવડનો સાવરકુંડલામાં પ્રથમ કાર્યક્રમ
દેવાયત ખવડ સાથે મનસુખભાઈ વસોયા, રેખાબેન વાળા સંગાથે હોયને દેવાયત ખવડનો સાવરકુંડલા શહેરમાં પ્રથમ કાર્યક્રમ હતો. 60 મનોરોગી દીકરીઓના આશ્રયસ્થાન ગણાતા માનવ મંદિર ખાતે પૂજ્ય ભક્તિબાપુના આંગણે દેવાયત ખવડ પહોચ્યા હતા. અને ભક્તિ બાપુની દીકરીઓ પ્રત્યેની લાગણીઓની સરાહના કરી શહિદ ગાથા કાર્યક્રમમાં ગયા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp