BIG NEWS: ગૌણ સેવાની વર્ગ-3ની 5554 જગ્યાઓ માટે પહેલીવાર કોમ્પ્યુટરમાં પરીક્ષા, પ્રેક્ટિસ માટે શરૂ કરાઈ મોક ટેસ્ટ

Gujarat Tak

23 Mar 2024 (अपडेटेड: Mar 23 2024 4:45 PM)

GSSSB exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની પરીક્ષાને (CCE Exam) લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આગામી 1 એપ્રિલ 2024થી 8 મે 2024 દરમિયાન દરરોજ 4 સેશનમાં યોજાનારી પરીક્ષા માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

GSSSB exam

કેવી રીતે આપવી પ્રેક્ટિસ ટેસ્ટ?

follow google news

GSSSB exam: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCEની પરીક્ષાને (CCE Exam) લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ આગામી 1 એપ્રિલ 2024થી 8 મે 2024 દરમિયાન દરરોજ 4 સેશનમાં યોજાનારી પરીક્ષા માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા પહેલા તે જ પદ્ધતિ આધારે  ઉમેદવારો માટે આ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિત વર્ગ-3ણી મોટી ભરતી CCE આધારે યોજવા જઈ રહી છે કારણે ઉમેદવારોના હિતમાં  પ્રસાસન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો

મોક ટેસ્ટની પ્રેક્ટીસ માટેની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 માટે વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની 1 એપ્રિલથી CBRT (Computer Based Response Test) પધ્ધતિથી પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થનાર છે. જેને લઈ મંડળ દ્વારા  ઉમેદવારો માટે CBRT (Computer Based Response Test) પદ્ધતિથી લેવામાં આવનાર હોઇ આ પરીક્ષા પધ્ધતિ વિશે જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટની લિંક પ્રકાશિત કરવામાં આવી છે. આપેલ લિંક પર ક્લિક કરીને Sign in પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે.

કેવી રીતે આપવી પ્રેક્ટિસ ટેસ્ટ?

  • સૌ પ્રથમ મંડળ દ્વારા જારી કરવામાં આવેલ https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211 લિંક પર ક્લિક કરો
  • ત્યારબાદ ઓપન થયેલી વિન્ડોમાં Sign in પર ક્લિક કરવું 
  • પછી સામાન્ય સૂચનાઓની વિન્ડો ખુલશે જે વાંચી જેથી ઉમેદવારોને તમામ માહિતીની જાણકારી મળી રહી અને next પર ક્લિક કરો 
  • Next પર ક્લિક કર્યા બાદ એક વિન્ડો ઓપન થશે, જેમાં i am ready to beign pr ક્લિક કરવું 
  • ત્યારબાદ તમારી ટેસ્ટ શરૂ થઈ જશે, આ જ રીતે વર્ગ-3 ની પરીક્ષા લેવામાં આવશે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી 

ઉમેદવારો માટે ખાસ સૂચના


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે. આ સિવાય ખાસ સૂચના આપવામાં આવી છે કે  કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

 

    follow whatsapp