‘પપ્પા તેડવા આવજો’- પાનેતરમાં દીકરી વળાવીઃ સવારે લટકી ગયાની ખબર આવી: Panchmahal

Urvish Patel

• 06:03 PM • 16 Mar 2023

પંચમહાલઃ માતા-પિતા સંતાનોને મોટા કરવા જીંદગી ઘસી નાખતા હોય છે, તેમની પાછળ માત્ર નાણાકીય કે સામાજિક રીતે જ નહીં પરંતુ લાગણીઓથી પણ સતત લાગ્યા રહેતા…

gujarattak
follow google news

પંચમહાલઃ માતા-પિતા સંતાનોને મોટા કરવા જીંદગી ઘસી નાખતા હોય છે, તેમની પાછળ માત્ર નાણાકીય કે સામાજિક રીતે જ નહીં પરંતુ લાગણીઓથી પણ સતત લાગ્યા રહેતા હોય છે ત્યાં અચાનક સંતાનો એવું પગલું ભરે કે માતાપિતાને માટે આખરે બચેલી બચની જેમ આંસુઓ જ વાપરવાના રહે તેવી સ્થિતિ ઊભી કરી દેતા હોય છે. આવી જ એક ઘટના પંચમહાલમાં બની છે. ગોધરામાં મોરડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફના સંતરોડ ગામના શિવશક્તિ સોસાયટી ખાતે ત્રણ દિવસ પહેલા પરણાવાયેલી યુવતીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવી લીધું છે. પોલીસે મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

રાજસ્થાનના પ્રભારી બની શકે છે સી આર પાટીલઃ ચૂંટણી પહેલા નવી જવાબદારી મળવાની શક્યતા

લગ્નના બીજા જ દિવસે પરીક્ષા હતી
ગોધરાના મોરડુંગરા ખાતે રહેતા અરવિંદ નાનજીભાઈ જાલિયાની દીકરી ઉર્વશીને હમણાં જ 13 તારીખે મોરવા હડફના સંતરોડ સાલિયા ગામના સતિષ લક્ષમણ ભાભોર સાથે પરણાવી હતી. અરવિંદભાઈને ત્રણ દીકરીઓ છે અને એક દિકરો છે જેમાં ઉર્વશી સૌથી મોટી દીકરી હતી. ઉર્વશીના લગ્નના બીજા જ દિવસે તેનું એમએની પરીક્ષાનું પેપર હતું. હરખના આ પ્રસંગે દીકરીના લગ્નની તૈયારીઓ મહિનાઓથી ચાલી રહી હતી. ખુશીનો પ્રસંગ હતો એટલે વાજતે ગાજતે લગ્ન થયા. જાન આવી, માંડવે લગ્ન થયા અને દીકરી ઉર્વશીને તેમણે સાસરીએ વળાવી હતી. જોકે બીજા દિવસે પેપર હોવાથી જમાઈ અને દીકરી બંને ત્યાં જ રોકાયા હતા.

RAHUL GANDHI ના ઘરે પહોંચી પોલીસ, હાથો હાથ નોટિસ આપીને કહ્યું મહિલા અંગે માહિતી આપો

પરીક્ષા પતે પછી આણું લેવા આવજોઃ ઉર્વશીએ પરિવારને કહ્યું
તે દિવસે રાત્રે ત્યાં જઈ દીકરીએ પરિવાર સાથે વાત પણ કરી હતી. તેણે કહ્યું હતું કે પપ્પા મારે પરીક્ષા છે જે 1.30 વાગ્યે પતી જશ અને પછી સમાજના લોકોને લઈને આણં લેવા આવજો. આ પછી આજે ગુરુવારે 16મી તારીખે ઉર્વશીને પાછું આણું વાળી પાછી પિયર તેડવાની હતી. પણ સાસરીમાંથી સવારે ફોન આવ્યો કે તમારી દીકરીએ ફાંસો ખાઈ લીધો છે. પરિવાર માટે આ ઘડી વજ્રઘાતથી ઓછી ન હતી.

JAMNAGAR: અનંત અંબાણી પહોંચ્યા બાલા હનુમાન મંદિર, 59 વર્ષથી ચાલે છે અખંડ રામધુન

પોલીસે શરૂ કરી તપાસ
પરિવાર એટલો આઘાતમાં સરી પડ્યો હતો કે તેમની અશ્રુભીની આંખો બધુ જ કહી દેતી હતી. તેમણે હમણાં જ દીકરી સાથે વાત કરી હતી અને તેણે આણું તેડવા આવવાની વાત કરી હતી. પરિવાર પણ દીકરીએ લીધેલા આ પગલાથી ખુબ આશ્ચર્યમાં હતો, કોણ જાણે કેમ તેણે આ પગલું ભર્યું પણ આ સંદર્ભે મોરવા હડફ પોલીસે વિગતો મેળવીને તપાસ શરૂ કરી છે. તેની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    follow whatsapp