ગોધરાઃ ટ્રેન આવી ગઈ પણ ફાટક બંધ ના થયો, વાહનો અટવાઈ ગયા, પછી જુઓ શું થયું- Video

Urvish Patel

• 12:12 PM • 25 Mar 2023

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ બે ઘડી માટે રૂંવાડા ઊભા થઈ જાય તેવી ઘટના આજે ગોધરામાં બની છે. આપણે ફાટક બંધ થાય ત્યારે ટ્રેન આવી રહી છે તેવું…

gujarattak
follow google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ બે ઘડી માટે રૂંવાડા ઊભા થઈ જાય તેવી ઘટના આજે ગોધરામાં બની છે. આપણે ફાટક બંધ થાય ત્યારે ટ્રેન આવી રહી છે તેવું સમજી ઊભા રહીએ છીએ પરંતુ માની લો કે તમે ફાટક બંધ નથી થયો તેથી ટ્રેન નથી આવી રહી તેવા વિશ્વાસ સાથે ફાટક ક્રોસ કરી લો અને ટ્રેન આવી ગઈ છે પણ ફાટક બંધ થયો નથી તેવી જાણ થાય તો કેવા હાલ થાય. એક તબક્કે આવો જ ભય ગોધરામાં જાફરાબાદ ખાતે કેટલાક લોકોને થયો છે.

આ પણ વાંચો

જાગૃત લોકોના કારણે દુર્ઘટના ટળી
ગોધરા શહેરના જાફરાબાદ દશામાં રેલ્વે ફાટક પાસે સાંજના સુમારે એક ટ્રેન આવી રહી હતી. જેથી ફાટક પરના કર્મચારી ફાટક બંધ કરી રહ્યા હતા પરંતુ ટ્રાફિક વધારે હોવાના લીધે અને ત્યાં અંડર ગ્રાઉન્ડની કામગીરી ચાલુ હોવાના કારણે કલાકો સુધી ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે પરંતુ આજે એક પેસેન્જર ટ્રેન એકદમ નજીક આવી રહી હતી ત્યારે રાહદારીઓ અને વાહન ચાલકો રેલવે ફાટકની વચ્ચોવચ પોતાના વાહન લઇને અટવાઈ ગયા હતા. આજુબાજુ ઊભા રહેલા કેટલાક જાગૃત લોકોએ ફટાફટ ફાટકની વચ્ચોવચ અટવાઈ ગયેલા વાહનોને બહાર કાઢી લેતા મોટી જાનહાની થતા બચાવી લીધી હતી. જો વાહન ચાલકો રેલવે ફાટકની વચ્ચોવચ ઊભા થઈ રહ્યા હોત તો આજે ઘણા બધા વાહન ચાલકો અને રાહદારીઓનો ભોગ લેવાતો પરંતુ આજુબાજુ ઉભેલા લોકોની સતેજતના પગલે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી.

‘મારા કારણે નરેન્દ્ર મોદીની પ્રતિભાને…’ કિરણ પટેલ મુદ્દે જાણો બીજું શું બોલ્યા BJP નેતા

વાહન ચાલકો ટ્રેક પર અટવાઈ ગયા
ગોધરા શહેરના જાફરાબાદ પાસે રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. રેલવે ટ્રેક પર ટ્રેન પસાર થવાના સમયે ફાટક બંધ કરતી વખતે અવર જવર કરી રહેલા રાહદારીઓ અને વાહન ચાલકો રેલ્વે ટ્રેક પર અટવાય ગયા હતા. જેમાં ફાટક પર અટવાઈ ગયેલા વાહન ચાલકોનો જીવ જોખમાં મુકાયો હતો. હાલ સ્થાનિકોમાં રેલ્વે તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આ તરફ રેલવે તંત્રની ઘોર બેદરકારીને કારણે કોઇ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? તેવા સવાલો પણ ઊભા થયા છે.

    follow whatsapp