કૌશિક જોશી.વલસાડઃ શાહજહાંએ તેની પત્નીની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો, ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુરના નગારીયાના રહીશે તેમની સ્વર્ગવાસી પત્નીની યાદ અને સન્માનમાં પોતાના ઘરને લાઇબ્રેરી બનાવી દીધી છે. આ લાઇબ્રરીનું નામ શીતળ છાંયડો આપ્યું જ્યાં વિદ્યાર્થીઓ ધરમપુર કપરાડા અને વલસાડના ઉડાળના ગામોમાંથી આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ઉલ્લેખનીય છે કે, પ્રેમની અભિવ્યક્તિ માટેની ઘણી અલગ અલગ તરકીબો લોકો અપનાવી ચુક્યા છે. તે પૈકીની આ વધુ એક કહાની પણ છે કે જેમાં પ્રેમની અભિવ્યક્તિથી લોકોના જીવનમાં સુખાકારી જોવા મળે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી એક્શન મોડમાં, જાણો કોને કોને સોંપી મહત્વની જવાબદારી
રાત્રી રોકાણ પણ શક્ય બનાવ્યું
અઢી વર્ષથી શરૂ થયેલી લાઇબ્રેરી હાલ તો રણમાં મીઠી વિરીડી સમાન બની છે. હાલમાં આ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતેની આ લાબ્રેરીમાં વાંચન કરીને 6 વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીએ લાગ્યા છે. ધરમપુરના નંગારીયા વિસ્તારના અવધૂત નગરમાં રહેતો એવા જયંતિભાઇ ગમનભાઈ પટેલની ધર્મપત્ની હંસાબેન કોરોનાકાળ દરમિયાન અવસાન પામ્યા હતા. જેમની યાદમાં તેમણે શિક્ષણને વેગ મળે અને વધુમાં વધુ ગ્રામીણ કક્ષાના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા આપી સરકારી ક્ષેત્રે નોકરી મેળવે એવા હેતુથી પોતાના ઘરના ટેરેસ ઉપર એક લાઇબ્રેરીનું નિર્માણ કરાવ્યું છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે અને આ તમામ સુવિધાઓ નિઃશુલ્ક છે. અહીં ખાસ કરીને ઉંડાણના ગામના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવે છે. બીજી તરફ આવા વિદ્યાર્થીઓએ માટે રાત્રે લાઇબ્રેરીમાં રોકાણ કરવું હોય તો તેઓ આરામથી કરી શકે છે અને પોતાનો સમય બચાવી વાંચન કરી શકે એવી સુવિધા પણ છે. અહીં 21 થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સાહિત્ય ઉપલબ્ધ છે. આ તમામ સાહિત્ય સહિતની સુવિધા માટે જયંતિભાઇએ સ્વખર્ચ કર્યો છે. પોતાના નિવાસ્થાનને ગુડબાય ધામ તરીકેનું નામ આપ્યું છે. આમ શિક્ષણની જ્યોત વધુમાં વધુ પ્રજ્વલિત થાય તે માટે તેમણે એક અનોખું ઉદાહરણ સમાજમાં પુરૂં પાડ્યું છે.
વાંચન પોસાય તેમ ન હોય તેમના માટે આ સુવિધા
ધરમપુરના જ્યંતીભાઈ પટેલ કહે છે કે, હું નિવૃત્ત કર્મચારી છું, અમે પહેલા સિવિલ હોસ્પિટલમાં બિસ્કીટ વગેરે આપીને સેવા કરવાનો હતો, પણ જ્યારે 2018માં મારા ધર્મ પત્ની અવસાન પામ્યા તેની યાદમાં કાંઈક કરવા માગતા હતા. તેથી ઘણા બાળકો કે જેમને આર્થિક રીતે વાંચનની તૈયારીઓ પૌસાય તેમ ન હોવાથી. અમે લાયબ્રેરી ઊભી કરી છે. અત્યાર સુધી છ બાળકોને અહીં અભ્યાસ બાદ સરકારી નોકરી મળી છે. અહીં બાળકોને સુવા સુધીની સુવિધાઓ આપી છે. મેં ઘણા સ્થળોનો પ્રવાસ કર્યો ત્યારે આ વિચારનો જન્મ થયો.
ગાંધીનગર ખાતે પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની મળી બેઠક, સરકાર સામે લડી લેવા રણનીતિ ઘડી
આગળ વધવા મળ્યું પ્રોત્સાહન
હાલમાં આ લાઇબ્રેરીમાં વાંચન કરવા આવતા વિવિધ ગામના છ જેટલા વિદ્યાર્થી સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થયા છે અને સરકારી નોકરી મેળવી છે. આ તમામ વિદ્યાર્થીનો હાલમાં જ સન્માન. સમારંભ પણ યોજાયો હતો. નગારીયા ખાતે ગુડબાય ધામમાં સ્વ.હંસાબેનની યાદ મા જયંતિભાઇએ શરૂ કરેલા આ શિક્ષણ યજ્ઞને આસપાસના શિક્ષણ તજજ્ઞો પણ બિરદાવી રહ્યા છે. શીતળ છાંયડો નામક આ લાઈબ્રેરીને લઈ જયંતિ ભાઈનો સ્પોર્ટ તેમના પાડોશી પણ એટલો જ અપી રહ્યા છે. તેમની જોડે નોકરી કરી એમના મિત્ર પણ જયંતિભાઈને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે અને એમના કામને બિરદાવી રહ્યા છે. ત્યારે જ્યંતિભાઈનો એકજ ઉદ્દેશ છે કે સમાજ માટે કે સેવાકીય કામ કરતા રહો જરૂરતમંદને મદદ કરતા રહો અને તમારી પાસે જે છે એ જો કોઈને કામ આવે તો એનાથી મોટું પુણ્યનું કામ દુનિયામાં બીજું કાંઈ નહીં.
ADVERTISEMENT
