પાવાગઢમાં ભાવિકોની સુવિધામાં થયો વધારો, હવે શિખર ઉપર ધજા ચડાવી શકાશે

Niket Sanghani

14 Sep 2022 (अपडेटेड: Sep 14 2022 7:38 AM)

અમદાવાદ: નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ ધાર્મિક સ્થળો પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે ઓળખાતા મહાકાળી…

gujarattak
follow google news

અમદાવાદ: નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ ધાર્મિક સ્થળો પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે ઓળખાતા મહાકાળી માતાના ધામ પાવાગઢ મંદિરે પણ નવરાત્રિની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા ભાવિકો માટે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. શક્તિપીઠ પાવાગઢમાં હવેથી શિખર ઉપર ધજા ચડાવી શકાશે.

આ પણ વાંચો

યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં નવરાત્રી દરમિયાન અનેક લોકો આસ્થા સાથે માતાના દર્શન માટે પહોચે છે. ત્યારે ભાવિકો હવેથી શિખર ઉપર ધજા ચડાવી શકાશે અને આ ધજા ઘરે પણ લઈ જઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકો માટે ટ્રસ્ટી મંડળે દક્ષિણાના અલગ-અલગ દર પણ નક્કી કર્યા છે તે અંગેની પણ મહત્વની જાહેરાત કરી છે. યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરના નવનિર્માણ બાદ અહીં આવનારા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે નવરાત્રી દરમિયાન ભક્તોની ભીડ વધશે. પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરમાં અવાનારા ભક્તોની સુવિધા અને મંદિરની દક્ષિણામાં વધારો થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નવરાત્રી દરમિયાન યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં ભવિકોનું ઘોડાપૂર માતાના દર્શન માટે ઉમટી પડે છે ત્યારે તેમની આસ્થાને ધ્યાને લઈ અને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે ધજાની સાઇઝ મુજબ તેમની દક્ષિણા પણ નક્કી કરવામાં આવી છે. ભાવિકોએ 11 ફૂટની ધજા માટે રૂ. 3,100ની ભેટ આપવાની રહેશે જ્યારે 21 ફૂટની ધજા માટે રૂ. 4,100ની ભેટ આપવી પડશે. 31 ફૂટની ધજા માટે રૂ. 5,100ની ભેટ આપવાની રહેશે. જ્યારે 41 ફૂટની ધજા માટે રૂ. 6,100ની ભેટ આપવાની રહેશે. 51 ફૂટની ધજા માટે રૂ. 11,000ની ભેટ આપવી પડશે આ સાથે ધજા ચડાવનાર ભાવિકોને મંદિરમાં પૂજા પણ કરાવવામાં આવશે

    follow whatsapp