વડોદરામાં વૃદ્ધાનો ભોગ લેનાર ગાયનાં માલિકની ધરપકડ, તંત્ર આકરા પાણીએ

Niket Sanghani

04 Mar 2023 (अपडेटेड: Mar 4 2023 5:51 AM)

વડોદરા: રાજ્યમાં રખડતાં પશુ હવે યમદૂત સમાન બની ચૂક્યા છે. આ દરમિયાન ગઈકાલે પંચરત્ન સોસાયટી પાસે ગાયોના ટોળાએ વૃદ્ધાને ઘેરી લીધા હતા. ઘરે જઇ રહેલા…

gujarattak
follow google news

વડોદરા: રાજ્યમાં રખડતાં પશુ હવે યમદૂત સમાન બની ચૂક્યા છે. આ દરમિયાન ગઈકાલે પંચરત્ન સોસાયટી પાસે ગાયોના ટોળાએ વૃદ્ધાને ઘેરી લીધા હતા. ઘરે જઇ રહેલા વૃદ્ધાને રખડતા પશુઓએ શિંગડે ચડાવ્યા હતા. આ દરમિયાન ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ વૃદ્ધાનું મોત થયું હતું. ત્યારે આ ઘટનાને લઈ સ્થાનિકોમાં રોશની લાગણી પ્રસરી હતી. ત્યારે આ ઘટના અંગે પુત્રએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મનુષ્ય વધનો ગુનો નોંધીને શુક્રવારે મોડી રાત્રે પશુપાલક કરણની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો

ગઈકાલે બપોરના સમયે માણેજા વિસ્તારમાં આવેલી પંચરત્ન સોસાયટી પાસે એક વૃદ્ધા પોતાના ઘર તરફ જઇ રહ્યાં હતા. ત્યારે ત્યાં ગાયોનું ટોળું આવી પહોંચ્યું હતું. અચાનક ગાયે વૃદ્ધા પર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ વૃદ્ધાને બચાવવાના પ્રયાસો કર્યા પરંતુ તેમણે હાથ નિષ્ફળતા મળી હતી. અંતે વૃદ્ધાએ રસ્તા પર જ દમ તોડ્યો હતો. આ દરમિયાન લોકોએ મનપા કમિશ્નર ન આવે ત્યાં સુધી મૃતદેહ નહી હટાવવાની ચિમકી આપી હતી, ત્યારે આ ઘટનાને પગલે વૃદ્ધાના પુત્રએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચો: તહેવારને પણ નડશે મોંઘવારી, પિચકારીના ભાવે આંખોમાંથી કાઢ્યા પાણી

તંત્ર પણ આકરા પાણીએ
ફરિયાદને પગલે શુક્રવારે મોડી રાત્રે વડોદરામાં વૃદ્ધા નો ભોગ લેનાર ગાયનાં માલિકની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે તંત્ર એ પશુ પાલક કરણ રબારીના ઘરની ગટર તથા પાણીનાં જોડાણ કાપવા ના આદેશ કર્યો હતો.

(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા) 

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp