ટ્રાન્સમિશન ટાવરથી થતા નુકસાન સામે રાજ્ય સરકાર ખેડૂતોને જંત્રીના 200 ટકા લેખે વળતર ચૂકવશે

Gujarat Tak

05 Mar 2024 (अपडेटेड: Mar 5 2024 5:23 PM)

Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર

ગુજરાત સરકાર

follow google news

Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે. મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, ટ્રાન્સમિશન ટાવરના કારણે ટાવર આધારિત વિસ્તારની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે-તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે.

આ પણ વાંચો

આ પણ વાંચો: વંદે ભારતમાં ફરી પરોસવામાં આવ્યું ખરાબ ક્વોલિટીનું ફૂડ, પેસેન્જરને આપેલા Amul યોગર્ટમાંથી નીકળી ફૂગ

ખેડૂતોના હિતમાં સરકારનો નિર્ણય

રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે હાલમાં જે વળતર મળે છે તેમાં અંદાજે બે ગણો વધારો થશે. ટ્રાન્સમિશન લાઈનના કારણે જમીનના મૂલ્યમાં થતાં ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે. જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઇ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના 15 ટકાની જગ્યાએ 25 ટકા મુજબ વળતરનું ચૂકવણું કરવામાં આવશે. આ વળતર જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રી દરોના 200 ટકા લેખે ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો પણ ધ્યાને લેવામાં આવશે.

આ પણ વાંચો: દુઃખદ ઘટનાઃ 7 લોકોએ પત્ની સાથે છેડછાડ કરી માર માર્યો, પતિએ બે બાળકો સાથે કરી લીધો આપઘાત

ગૌચર કે ખરાબાની જમીન ટ્રાન્સમિશન લાઈન માટે ઉપયોગમાં લેવાશે

વધુમાં જણાવ્યા અનુસાર, ટ્રાન્સમીશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવશે. પરિણામે જ્યાં ખરાબાની કે ગૌચર જમીન ઉપલબ્ધ હોય ત્યાં તકનીકી ચકાસણી કરી ટ્રાન્સમિશન લાઈન શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી રીતે પસાર થાય તેની પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવેલી છે. 
 
ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર સંદર્ભે ચૂકવાતા વળતરની ગુજરાત સરકારના તા.14-08-2017ના ઠરાવમાં ડિસેમ્બર - 2021માં સુધારો કરી વળતરમાં વધારો કરવામાં આવેલો અને ફરી એક વાર બે વર્ષના ગાળામાં ખેડૂતોના હિતમાં વળતરમાં વધારો  કરવામાં આવેલ છે.

    follow whatsapp