દુઃખદ ઘટનાઃ 7 લોકોએ પત્ની સાથે છેડછાડ કરી માર માર્યો, પતિએ બે બાળકો સાથે કરી લીધો આપઘાત

ADVERTISEMENT

પિતાએ પુત્ર-પુત્રી સાથે ટૂંકાવ્યું જીવન
MP Crime News
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પિતાએ બે બાળકો સાથે ટૂંકાવ્યું જીવન

point

મધ્યપ્રદેશના મંદસૌરમાં બની દુઃખદ ઘટના

point

પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

MP Crime News: મધ્યપ્રદેશના મંદસૌરથી એક હચમચાવી નાખે એવો બનાવ સામે આવ્યો છે. અહીં એક પિતાએ તેની 12 વર્ષની દીકરી અને 10 વર્ષના દીકરા સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ત્રણેયના મૃતદેહ આંબાના ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા. 


બે બાળકો સાથે કર્યો આપઘાત

આ ઘટના શામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રૂંડી ગામમાં બની હતી, જ્યાં બંજારા સમુદાય (વણઝારા સમાજ)ના એક યુવકે તેના પુત્ર અને પુત્રી સાથે આત્મહત્યા કરી લીધી. આપઘાત કરતા પહેલા યુવકે સુસાઈડ નોટમાં તેની સાથે બનેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે.

સુસાઈડ નોટમાં લખ્યા આરોપીઓના નામ

મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું કે ત્રણ મહિના પહેલા તેની પત્ની નૈની બંજારાની સાથે ગામના જ રાજુ, કાલુ, સોનુ, ગીતાબાઈ, નોજીબાઈ, લીલાબાઈ, ગોવિંદ દ્વારા મારપીટ અને છેડતી કરવામાં આવી હતી. તેણે પોતાના અને તેના બાળકોના મોત માટે આ તમામ લોકોને જવાબદાર ઠેરવ્યા છે. મૃતકે પોતાની સુસાઈડ નોટમાં પોલીસ પાસે માંગ કરી છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે.

ADVERTISEMENT

ઝાડ પર લટકેલા મળી આવ્યા મૃતદેહ

મળતી માહિતી મુજબ, મૃતકની પત્નીની સાથે ગામના જ એક પરિવારની મહિલા-પુરુષો દ્વારા કરવામાં આવેલી મારપીટ અને છેડતીથી મૃતક દુઃખી હતો. ગત રવિવારે સાંજે જ બાળકોને મળવા માટે તે ત્રણ મહિના બાદ ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચ્યા પછી તે બાળકોને શામગઢ લઈ ગયો અને તેમને ખરીદી કરાવી. આ પછી મંગળવારે સવારે ત્રણેયના મૃતદેહ નજીકના ગામમાં ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા.

જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ

ત્રણેયના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા બાદ મૃતકની પત્ની અને પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી. ગુસ્સે ભરાયેલા લોકો આરોપીના ઘરે પહોંચ્યા અને ત્યાં તોડફોડ કરી. આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ પોલીસ સાથે બોલાચાલી પણ કરી હતી.

ADVERTISEMENT

આરોપીઓ ફરાર 

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે લોકોને સમજાવીને શાંત કરવામાં આવ્યા અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે, આ કેસ સાથે જોડાયેલા તમામ આરોપીઓ હાલ ફરાર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT