ગીર સોમનાથમાં 'કૌશરબાનુ'એ 'રિંકલ' બનીને યુવકને ફસાવ્યો, લગ્નના 10 દિવસમાં કર્યો કાંડ

Gujarat Tak

09 Mar 2024 (अपडेटेड: Mar 9 2024 9:24 PM)

Gir Somnath: લગ્ન માટે કન્યા શોધતા યુવકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથમાં યુવતીએ નામ બદલીને યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના 10 દિવસમાં જ આ યુવતી 1.30 લાખ રૂપિયા ખંખેરીને ભાગી ગઈ હતી

Gir Somnath News

Gir Somnath News

follow google news

Gir Somnath: લગ્ન માટે કન્યા શોધતા યુવકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. ગીર સોમનાથમાં યુવતીએ નામ બદલીને યુવક સાથે લગ્ન કર્યા હતા. જોકે લગ્નના 10 દિવસમાં જ આ યુવતી 1.30 લાખ રૂપિયા ખંખેરીને ભાગી ગઈ હતી અને યુવક પર પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. જે બાદ યુવકે પોલીસને ફરિયાદ આપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટનામાં પોલીસે લૂંટેરી દુલ્હન સહિત 6 લોકોને ઝડપી લીધા છે.

આ પણ વાંચો

આ પણ વાંચો: Surat: પાર્કિંગમાં રમતી અઢી વર્ષની બાળકીને મર્સિડિઝ કારે કચડી, વેપારી અકસ્માત સર્જીને નાસી છૂટ્યો

યુવકે 1.30 લાખ આપીને લગ્ન કર્યા

વિગતો મુજબ, ગીર સોમનાથના સુત્રાપાડામાં આવેલા હરસાણા ગામના અજય સોલંકી લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા. આથી તેમણે સુત્રાપાડાના નરસીહ વાજા અને શમીનબેન ઉર્ફે સીમા જોશીનો સંપર્ક કર્યો હતો. આ બાદ રાજકોટના રિયાઝ મિર્ઝા કોમલ રિયાઝ, જૂનાગઢના દીપક નાગદેવ સહિત 6 લોકોએ અજયભાઈને લગ્ન કરાવી આપવા માટે તેમની પાસેથી 1.30 લાખ રૂપિયા લીધા હતા. 

આ પણ વાંચો: ક્રિકેટમાંથી સંન્યાસને લઈને Rohit Sharma એ કરી મોટી જાહેરાત, કહ્યું- જે દિવસે હું...

પત્ની બે બાળકોની માતા નીકળી

આરોપીઓએ 'રિંકલ' નામની યુવતી સાથે અજય સોલંકીનાા લગ્ન કરાવ્યા હતા. જોકે લગ્ન બાદ યુવકને જાણ થઈ કે હકીકતમાં તેની પત્નીનું સાચું નામ 'કૌશરબાનુ' છે અને પોતે બે સંતાનોની માતા છે. તેણે રિંકલ નામથી ખોટા દસ્તાવેજ પર પોતાનું આધારકાર્ડ બનાવ્યું હતું. લગ્નના 10 દિવસ અજય પાસે રહીને રિંકલ ઉર્ફે કૌશરબાનુ ફરાર થઈ ગઈ હતી. બાદમાં તે અજયને પોલીસ કેસ કરવાની ધમકી આપતી હતી. જેથી અજયે પોલીસમાં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઘટના પર પોલીસે લુંટેરી દુલ્હન સહિત 7 લોકોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ અન્ય કોઈ યુવકને પોતાના શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

    follow whatsapp