Gujarat માં ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ, જાણો હવામાન નિષ્ણાતે શું કરી છે આગાહી

malay kotecha

• 06:37 AM • 08 Feb 2024

ગુજરાતમાં ડબલ સિઝનનો વાવર સવારે અને રાત્રે ઠંડી, દિવસે ગરમી હવામાન નિષ્ણાતે કરી છે આગાહી Gujarat Weather News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડબલ સિઝનનો…

gujarattak
follow google news
  • ગુજરાતમાં ડબલ સિઝનનો વાવર
  • સવારે અને રાત્રે ઠંડી, દિવસે ગરમી
  • હવામાન નિષ્ણાતે કરી છે આગાહી
Gujarat Weather News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ડબલ સિઝનનો વાવર છે, કેમ કે વહેલી સવારે અને રાત્રે વાતાવરણમાંની ઠંડક શિયાળાનો અહેસાસ કરાવે છે, જ્યારે જેમ જેમ સૂર્યનારાયણ આકાશમાં ઉપર ચડતા જાય છે તેમ તેમ ગરમીની તીવ્રતા વધતી જાય છે એટલે કે દિવસ દરમિયાન લોકો ગરમી અનુભવી રહ્યા છે. જોકે, આ ડબલ સિઝનનના કારણે વાઈરલ ઈન્ફેક્સનના કેસ વધ્યા છે. તાવ, ખાંસી, શરદીના દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહ્યા છે. આજથી ફરી ઠંડીમાં વધારો થયો છે. આજે વહેલી સવારથી સૂસવાટાભેર પવનો ફૂંકાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંતે આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કહી છે.

8થી 10 ફેબ્રુઆરીથી પલટાશે વાતાવરણઃ પરેશ ગોસ્વામી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગતરોજ જણાવ્યું હતું કે, 8, 9 અને 10 ફેબ્રુઆરીથી વાતાવરણમાં પલટો જોવા મળશે. જોકે, આ સમયગાળા દરમિયાન કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. તો કેટલાક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળશે.

કેટલાક વિસ્તારમાં જોવા મળશે ઘાટા વાદળો

હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, 8 અને 9 ફેબ્રુઆરીએ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં ઘાટા વાદળો જોવા મળે તેવી શક્યતાઓ છે.

10 ફેબ્રુઆરી સુધી વધશે ગતિ વધશે

તો 9 અને 10 ફેબ્રુઆરીએ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો જોવા મળશે.  છોટાઉદેપુર, રાજપીપળા, ડાંગ, સુરત, વલસાડ, વાપી, ભરૂચ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘાટા વાદળો રહેશે. 10 ફેબ્રુઆરી સુધી પવનની ગતિ સામાન્ય કરતા વધવાની છે.
આ પણ વાંચો
    follow whatsapp