Loksabha Election: ચૂંટણી સમયે ભાજપના કાર્યકરો અને નેતાઓને બોલવા પર પ્રતિબંધ, પાર્ટીનો કડક સંદેશ

Gujarat Tak

14 Mar 2024 (अपडेटेड: Mar 14 2024 5:16 PM)

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ આ પરિપત્રમાં લખ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચનાથી આગામી લોકસભા ચૂંટણી 2024 ના અનુસંધાને આપના જીલ્લા/મહાનગરમાં ચોરા, ચોપાલ અથવા ભીડ ભેગી કરી ચૂંટણી લક્ષી કોઈપણ કાર્યક્રમ વિવિધ મીડિયા ટીવી ચેનલો દ્વારા કરવામાં આવે તો સીધો કોઈએ ભાગ લેવો નહીં. વધુ માહિતી માટે પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડૉ.યજ્ઞેશભાઈ દવેનો સંપર્ક કરવો. આ પ્રકારની સૂચના એ નવા વિવાદને જન્મ આપી શકે છે. ભાજપ દ્વારા ચૂંટણી સમયે ટીવી ચેનલો પર બોલવા અંગે પ્રતિબંધ લગાવો શું યોગ્ય છે? ભાજપનું આ પ્રકારનું વલણ શા માટે લેવામાં આવ્યું? તો શું હવે આ સૂચના બાદ કોઈ પણ કાર્યકર્તા અથવા નેતાઓ શું મીડિયા પર કોઈ જ માહિતી આપશે નહીં? આ પ્રકારના અનેક પ્રશ્નો હાલ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે.

Loksabha Election

શું આ મુદ્દાના કારણે ભાજપે બોલવા પર જ પ્રતિબંધ લગાવ્યો?

follow google news

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી માટે હવે ગમે તે સમયે તારીખોની જાહેરાત થઈ શકે છે. જેને લઈ તમામ પાર્ટીઓની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ ઉમેદવરોની બે યાદી જાહેર કરી દીધી છે. જેમાં ભાજપે ગુજરાતના 26 બેઠકો માટે 22 નામની જાહેરાત કરી દીધી છે. તો એવામાં ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા લોકસભા ચૂંટણીને અનુસંધાને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં એવી સૂચના આપવામાં આવી છે કે, ભાજપના કાર્યકરો અને નેતાઓ ટીવી ચેનલો પર લેવામાં આવતા કોઈ પણ ઇન્ટરવ્યૂમાં ભાગ લેશો નહીં. આ સંદેશ એવો લાગી રહ્યો છે કે પક્ષ દ્વારા કાર્યકરો અને નેતાની બોલવાની આઝાદી છીનવી લેવાઈ હોય. 

આ પણ વાંચો

ભાજપે ટીવી ચેનલો પર બોલવા અંગે લગાવ્યો પ્રતિબંધ

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ આ પરિપત્રમાં લખ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચનાથી આગામી લોકસભા ચૂંટણી 2024 ના અનુસંધાને આપના જીલ્લા/મહાનગરમાં ચોરા, ચોપાલ અથવા ભીડ ભેગી કરી ચૂંટણી લક્ષી કોઈપણ કાર્યક્રમ વિવિધ મીડિયા ટીવી ચેનલો દ્વારા કરવામાં આવે તો સીધો કોઈએ ભાગ લેવો નહીં. વધુ માહિતી માટે પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડૉ.યજ્ઞેશભાઈ દવેનો સંપર્ક કરવો. આ પ્રકારની સૂચના એ નવા વિવાદને જન્મ આપી શકે છે. ભાજપ દ્વારા ચૂંટણી સમયે ટીવી ચેનલો પર બોલવા અંગે પ્રતિબંધ લગાવો શું યોગ્ય છે? ભાજપનું આ પ્રકારનું વલણ શા માટે લેવામાં આવ્યું? તો શું હવે આ સૂચના બાદ કોઈ પણ કાર્યકર્તા અથવા નેતાઓ શું મીડિયા પર કોઈ જ માહિતી આપશે નહીં? આ પ્રકારના અનેક પ્રશ્નો હાલ લોકોના મનમાં ઉદ્ભવી રહ્યા છે. 

શું આ મુદ્દાના કારણે ભાજપે બોલવા પર જ પ્રતિબંધ લગાવ્યો?

ગઈકાલની વાત કરવામાં આવે તો વડોદરા ખાતે જિલ્લા ભાજપાના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં એક તરફ પ્રદેશ અધ્યક્ષનું  ભાષણ શરૂ થયું હતું ત્યાં એક ગામના સરપંચ પોતાના ગામમાં શાળાના બાંધકામ માટે જાહેરમાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. જોકે ત્યાર બાદ અન્ય કાર્યકરો આ સરપંચને પકડીને સાઈડમાં લઈ ગયા હતા. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી અને ત્યારબાદ મીડિયામાં આવતા આ મુદ્દો જોર ચગ્યો હતો અને એવું ચોક્કસથી માની શકાય કે શું આ પ્રકારના ભાજપમાં નારાજ ચાલતા નેતાઓ અને આવી કોઈ વાત ચૂંટણી સમયે મોટો મુદ્દો ન બની જાય એટલા માટે શું તમામ પ્રતિબંધો લગાવી દીધા છે? આ પણ એક વિચારવા જેવી બાબત છે. 

    follow whatsapp