અમદાવાદઃ અમદાવાદમાં દેશની સૌથી લાંબી રથયાત્રા નીકળે છે અને તેમાં લોકોનો એક અનેરો આનંદ ઉત્સાહ પણ જોવા મળે છે. આ વર્ષે 146મી રથયાત્રાનો ઉત્સવ મનાવવા લોકોમાં જેટલો ઉમળકો છે તેટલો જ ઉત્સાહ મંદિરમાં સેવા આપતા સેવાભાવીઓમાં પણ જોવા મળી રહ્યો છે. હાલમાં અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે રંગરોગાનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 4 જુને તો જળયાત્રા પણ નિકળશે. જેને લઈને પણ મંદિરે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ADVERTISEMENT
જળયાત્રાનું સૌથી મોટું આકર્ષણ
અમદાવાદના ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બહેન સાથે નરગચર્યા પર નિકળે છે ત્યારે ઢોલ, નગારા, કરતબ, ભજન મંડળી અને લોકોનો ઉત્સાહ સાથે એક અલગ જ માહોલ જોવા મળતો હોય છે. આ વર્ષે પણ જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરના આરા સુધી જળયાત્રાની વ્યવસ્થા કરવામાં આવી છે. જળયાત્રામાં સાબરમતી નદીનું પાણી લાવવામાં આવે છે અને તેનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. જે પછી જ ભગવાન ગણવેશ ધારણ કરે છે. આ જળયાત્રામાં પણ બળદગાડા, ધજાઓ, 108 કળશ અને યાત્રાનું સૌથી મોટું આકર્ષણ ગજરાજ, ઉપરાંત ભગવાનના ભજનો, સંતો મહંતો અને ભક્તોની હાજરીમાં જળપુજન કરવામાં આવતું હોય છે. જમાલપુર ખાતેના ભગવાન જગન્નાથજીના મંદિરે વિવિધ રંગરોગાન અને વિવિધ પ્રકારના ફૂલ તથા ફ્રૂટથી શણગાર કરવાની તૈયારીઓ પણ આરંભી દેવાઈ છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ધીરુભાઈ ભીલે સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં લીધી એન્ટ્રી
આમંત્રણ પત્રિકાઓ અપાશે
મંદિરના મહંત દિલીપદાસ કહે છે કે, જળયા્રા માટે ધારાસભ્યો, ગૃહરાજ્ય મંત્રી સહિતના મહાનુભાવોને આમંત્રિત કરાશે. જળયાત્રા માટે પત્રિકાઓ છપાવી દેવાઈ છે. હવે અમે તેના માટે આમંત્રણ આપવા માટે જઈશું. જળયાત્રાની લગભગ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
ADVERTISEMENT
