Election Commission બપોરે 3 વાગ્યે ચૂંટણીની કરશે જાહેર, ક્યાં અને કેવી રીતે જોવું લાઈવ ટેલિકાસ્ટ

Gujarat Tak

16 Mar 2024 (अपडेटेड: Mar 16 2024 11:50 AM)

Lok Sabha Election 2024 Schedule આજે જાહેર થશે. ચૂંટણી પંચ (EC) દ્વારા બપોરે 3 વાગ્યે આની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતના અનુસંધાને આજે EC અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં Lok Sabha Election 2024 અને ગુજરાત સહિતના રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ ક્યારે અને કેટલા તબક્કામાં યોજાશે તેની પણ જાહેરાત કરવામાં આવશે.

Lok Sabha Election 2024

ECI નું PC ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું?

follow google news

Lok Sabha Election 2024 Schedule આજે જાહેર થશે. ચૂંટણી પંચ (EC) દ્વારા બપોરે 3 વાગ્યે આની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાતના અનુસંધાને આજે EC અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ કરશે, જેમાં Lok Sabha Election 2024 અને ગુજરાત સહિતના રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ ક્યારે અને કેટલા તબક્કામાં યોજાશે તેની પણ જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો

આ પણ વાંચો:- લોકશાહી પર્વની તારીખો જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ થશે શરૂ, જાણો કેટલી વસ્તુઓ પર લાગશે પ્રતિબંધ

ECI નું PC ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવું?

આજે EC ની જાહેરાત અને  PC સંબંધિત તમામ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર તમે Gujarat Tak લાઈવ અને અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ બધી અપડેટ્સ માહિતીઓ જાણી શકશે. આ સિવાય ચૂંટણીપંચના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબુક અને x વગેરે) પર લાઈવ કરવામાં આવશે, જેને તમે સરળતાથી જોઈ શકશો.

વર્ષ  2019 માં કેવું રહ્યું હતું પરિણામ

વર્તમાન સરકારનો કાર્યકાળ 16 જૂન, 2024 ના રોજ પૂરો થાય છે, આ પહેલા નવી લોકસભાની રચના કરવાની હોય છે. વર્ષ  2019 ની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીની તારીખો  10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. 11 એપ્રિલે મતદાનની શરૂઆત થઈ હતી, જ્યારે  પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014 ની સરખામણીમાં મોટી જીત મેળવી હતી. 2014માં ભાજપે 282 બેઠકો જીતી હતી જ્યારે 2019માં 303 બેઠકો મેળવી હતી. જ્યારે NDAને 353 બેઠકો મળી હતી. ભાજપને 37.7 ટકાથી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDAને 45 ટકા વોટ મળ્યા હતા. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 52 બેઠકો જીતી શકી હતી. 

    follow whatsapp