VIDEO: 'ભાજપની આ વખતે 'પૂનમ' નથી અમાસ છે', Jamnagar માં મેવાણીના Poonam Maadam પર પ્રહાર

જામનગરમાં મેવાણીએ ભાજપ અને ભાજપના ઉમેદવાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જામનગરમાં ભાજપની આ વખતે 'પૂનમ' નથી અમાસ છે.

મેવાણીના ભાજપ પર આક્રમક પ્રહાર

Lok Sabha Election

follow google news

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા બાદ હવે ત્રીજા તબક્કામાં ગુજરાતની બાકી રહેલી 25 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. એવામાં હાલ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને જોરદાર પ્રચાર-પ્રસારમાં લાગ્યા છે અને ઉમેદવારોને લઈને ટીકા-ટીપ્પણીઓ પણ થઈ રહી છે. આ દરમિયાન વાત છે જામનગર લોકસભા બેઠકની કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયાના ચૂંટણી પ્રચાર માટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી  જામનગર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ભાજપ અને જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ પર આક્રમક પ્રહાર કર્યા હતા.

જૂનિયર-સિનિયર ક્લાર્કના ઉમેદવારો માટે મોટા સમાચાર, મોકૂફ રહેલી પરીક્ષાની નવી તારીખ જાહેર

મેવાણીના ભાજપ પર આક્રમક પ્રહાર

મેવાણીએ પૂનમબેન માડમ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જેપી ભાઈ ભારે લીડથી જીતશે તેવી મને આશા છે. જામનગરમાં ભાજપની આ વખતે 'પૂનમ' નથી કાળી અમાસ છે. સાથે જ કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવાર જનતાના ફાળાના પૈસે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે સામે કંપનીના પૈસાથી ચૂંટણી લડનારા ઉમેદવાર છે. રૂપાલાએ મહિલાઓ વિરુદ્ધ જે નિવેદન કર્યું તે હું નથી માનતો કે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ છે. સમગ્ર ગુજરાત અને ભારત ભૂમિની તમામ બહેનો અને માતાની વિરુદ્ધ છે. ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ખૂબ રોષ છે. નરેન્દ્ર મોદી, ભાજપ અને RSSના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે, આ દેશ બંધારણ પ્રમાણે ચાલવો જોઈએ. તમે જે પ્રમાણે બંધારણ અને લોકતંત્ર ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો ગુજરાત અને દેશની આવનારી પેઢી તમારા માટે લજ્જિત થવાની છે.


 

    follow whatsapp