Lok Sabha Election Result: પહેલીવાર ચૂંટણી લડતા પૂર્વ ગુજ્જુ ક્રિકેટરે ભાજપ-કોંગ્રેસના સૂપડા સાફ કરી નાખ્યા

Lok Sabha Election Result: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના બહરમપુર લોકસભા સીટ પરથી જીત્યા છે. આ ચૂંટણીમાં યુસુફ પઠાણ TMCની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા.

Yusuf Pathan

Yusuf Pathan

follow google news

Lok Sabha Election Result: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના બહરમપુર લોકસભા સીટ પરથી જીત્યા છે. આ ચૂંટણીમાં યુસુફ પઠાણ TMCની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા. યુસુફ પઠાણે તેમના હરીફ કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને હરાવ્યા હતા. અધીર રંજન 1999થી આ બેઠક પરથી સાંસદ હતા. યુસુફે ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા પોતાની જીતની પુષ્ટિ કરી.

'હું તેમનો આદર કરું છું...'

યુસુફે કહ્યું, "મારી સાથે રહેલા બધાને હું અભિનંદન આપું છું. હું ખુશ છું. આ માત્ર મારી જીત નથી, પરંતુ તમામ કાર્યકરોની જીત છે. રેકોર્ડ તોડવા માટે જ બને છે. હું અધીર રંજન જીનો આદર કરું છું અને કરતો રહીશ. સૌ પ્રથમ હું સ્પોર્ટ્સ એકેડમી બનાવીશ જેથી યુવાનો પોતાની કારકિર્દી બનાવી શકે. હું ઉદ્યોગો માટે પણ કામ કરીશ. હું અહીં રહીશ અને લોકો માટે કામ કરીશ. હું ગુજરાતમાં પણ રહીશ કારણ કે મારો પરિવાર ત્યાં છે. મને બહેરામપુરમાં એક નવો પરિવાર મળ્યો છે. મેં દીદી (મમતા બેનર્જી) સાથે વાત કરી. તે ખુશ છે."

યુસુફ પઠાણને કેટલા વોટ મળ્યા?

યુસુફ પઠાણ બહરમપુર બેઠક પરથી 85022 મતોથી જીત મેળવી છે. યુસુફ પઠાણને 524516 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના અધીર રંજન ચૌધરી 439494 મત સાથે બીજા સ્થાને અને ભાજપના નિર્મલ કુમાર 371885 વોટ સાથે ત્રીજા સ્થાને છે.

અધીર રંજન 5 ટર્મ બાદ પહેલીવાર હાર્યા

અધીર રંજન ચૌધરીએ છેલ્લી લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના અપૂર્વ સરકારને 80,696 મતોના માર્જિનથી હરાવ્યા હતા. 2014 માં, ચૌધરીએ ટીએમસીના ઇન્દ્રનીલ સેનને 1,56,567 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. જ્યારે 2009ની લોકસભા ચૂંટણીમાં અધીર રંજન ચૌધરીએ રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP)ના પ્રમોદ મુખર્જીને હરાવીને સીટ જીતી હતી. એકંદરે, ચૌધરીએ આ બેઠક પરથી સતત પાંચ વખત ચૂંટણી જીતી હતી. તેઓ 1999માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા.

પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા યુસુફ પઠાણ

41 વર્ષીય યુસુફ પઠાણ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા હતા. યુસુફ પઠાણે ફેબ્રુઆરી 2021માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પઠાણ 2011માં T20 વર્લ્ડ કપ (2007) અને 50 ઓવરનો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો ભાગ રહી ચૂક્યો છે. યુસુફ પઠાણે ભારત માટે 57 ODI મેચોમાં 27ની એવરેજથી 810 રન બનાવ્યા છે. 22 T20 મેચમાં તેના નામે 236 રન હતા. તેણે વનડેમાં 2 સદી અને 3 અડધી સદી પણ ફટકારી હતી. યુસુફ પઠાણે વનડેમાં પણ 33 અને ટી20માં 13 વિકેટ ઝડપી હતી.

    follow whatsapp