Lok Sabha Election: ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગનો હવાલો સાંભળતા રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીનો ગઇકાલે જન્મદિવસ ગાંધીનગર ખાતે ઊજવવામાં આવ્યો હતો. પુરુષોત્તમ સોલંકી એટલે કોળી સમાજના કદાવર નેતા કહેવામાં આવે છે. હાલ સુધી તેને ટક્કર આપી શકે તેવું કોળી સમાજમાં કોઈ નામ નથી તેવું રાજકીય નિષ્ણાતોનું માનવું છે. પરંતુ તેઓ દોઢ મહિનો રાજકારણમાંથી ગાયબ હોવાના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું.
ADVERTISEMENT
પરષોત્તમ સોલંકીએ પાળ બાંધી ?
લોકસભાના પરિણામ બાદ મંત્રી મંડળમાં ફેરફારના એંધાણ છે. નવા નેતાઓને મંત્રી બનાવાશે તો અમુક જૂના નેતાઓને ઘરભેગા કરાશે. એવામાં પરષોત્તમ સોલંકીની તબિયતને લઈ છેલ્લા ઘણા મહિનાઓથી સવાલો થઈ રહ્યા હતા. તેમની નાદુરસ્ત રહેવાના કારણે મંત્રી મંડળમાં પડતા મુકવાની હોવાની ચર્ચા હતી. જોકે, આ વાતને લઈને હવે તેમણે જાહેરમાં મોટો સંકેત આપ્યો છે. તે પોતે હજુ મજબૂત છે તેવું કહી ખેલ પડે તે પહેલા જ પાળ બાંધી દીધી છે. તેમણે કહ્યું કે, તમને લાગતું હશે કે હું વીક છું, પણ દોઢ મહિનો સારવાર કરીને પાછો આવી ગયો છું. આપણે કોઈને નડવુ નથી. મારા દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. ભાવનગર નહિ, તો ગાંધીનગરના દરવાજા કાયમી ખુલ્લા છે. કોઈને તકલીફ હોય તો પરસોત્તમ સોલંકીનો દરવાજો હંમેશા ખુલ્લો છે. આપણે કોઈથી ડરવાનું શીખ્યા નથી, કોઈથી ડર્યો નથી.
Heat Wave: ગરમીથી ટપોટપ મોત! એક જ દિવસમાં અમદાવાદ, સુરત, વડોદરામાં 17 લોકોએ જીવ ગુમાવ્યો
કોળી સમાજના દિગ્ગજ નેતા
કોળી સમાજના દિગ્ગજ નેતા પરષોત્તમ સોલંકી છે. ગઇકાલે ગાંધીનગર ખાતે કરી 64મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. 1998 થી તેમનો મંત્રી મંડળમાં સમાવિષ્ટ થાય છે. આ એવા નેતા છે જેઓ વડાપ્રઘાન નરેન્દ્ર મોદી, આનંદીબેનની સરકારમાં મંત્રી રહ્યાં છે. આ સિવાય તેઓ વિજયભાઈ અને ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં પણ મંત્રી યથાવત્ રહ્યા છે.
ADVERTISEMENT
