Gujarat Election Results Update: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતગણતરી ચાલી રહી છે. સુરત બેઠક પર ચૂંટણી યોજાઈ ન હતી કારણ કે વિપક્ષી ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્રો પરત ખેંચવાને કારણે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે બિનહરીફ ચૂંટણી જીતી હતી. આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યમાં 'ઈન્ડિયા એલાયન્સ' હેઠળ સાથે મળીને ચૂંટણી લડી હતી. આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગરની બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જ્યારે બાકીની 23 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.
ADVERTISEMENT
Gujarat Election Results Live: ગુજરાતમાં ભાજપ 24 અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ, પાટીલ અને રૂપાલાનો દબદબો
શું ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલશે?
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતી હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં એક બેઠક જીતી શકે છે તેવું લાગી રહ્યું છે. ગુજરાતની પાટણ બેઠકમાં અત્યારે ચંદજી આગળ ચાલી રહ્યા જોકે, હજુ પરિણામ નક્કી થયું નથી આ રૂઝનના આંકડા પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ વખતે પણ ભાજપને લોકસભાની તમામ બેઠકો જીતવાનો મોટો પડકાર છે.
કઇ-કઇ બેઠકો પર કાંટાની ટક્કર છે?
અત્યાર સુધીમાં આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ અને સુરેન્દ્રનગર બેઠક પર કાંટાનું ટક્કર ચાલી રહી છે. આ બેઠકો પર ચોંકાવનારા પરિણામ આવી શકે છે. જો ભાજપની જીત થાય છે તો સરસાઇ કેટલી હશે એ બાબત પણ નોંધપાત્ર હશે. પાટણ બેઠક ખૂબ મહત્વની માનવવા આવી રહી છે.
જુઓ ઝોન વાઇસ પરિણામ
મધ્ય ગુજરાતનું પરિણામ જાણવા, અહી ક્લિક કરો
દક્ષિણ ગુજરાતનું પરિણામ જાણવા, અહી ક્લિક કરો
ADVERTISEMENT
