કોંગ્રેસ જીતી જશે તો છીનવી લેશે સંપત્તિ-મંગળસૂત્ર? Exclusive ઈન્ટરવ્યુમાં ખડગેએ આપ્યા બધા જવાબ

Gujarat Tak

27 Apr 2024 (अपडेटेड: Apr 27 2024 2:06 PM)

Lok Sabha Election 2024: દેશમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. આ દરમિયાન ભાજપે કોંગ્રેસ સામે રાજકીય પ્રહારો તેજ કરી દીધા છે.

Lok Sabha Election 2024

મલ્લિકાર્જુન ખડગેનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ

follow google news

Lok Sabha Election 2024: દેશમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. આ દરમિયાન ભાજપે કોંગ્રેસ સામે રાજકીય પ્રહારો તેજ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી  (PM Modi)અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સહિત ભાજપના દિગ્ગજ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે જો કોંગ્રેસ આ ચૂંટણી (Lok Sabha Election 2024) જીતી જશે, તો તે લોકોની સંપત્તિ છીનવી લેશે, મંગળસૂત્ર છીનવી લેશે અને મુસ્લિમોને આપી દેશે. આના પર કોંગ્રેસે પણ આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે પોતાને હારતા જોઈને ગભરાટમાં આવી ગયેલા ભાજપના નેતાઓ આવા નિવેદનો આપી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે સમય પણ માંગી લીધો છે, કારણ કે તેઓ પીએમ મોદી સાથે મુલાકાત કરીને તેઓ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં શું લખ્યું છે તેનું સત્ય બતાવવા માંગે છે.

આ પણ વાંચો

આ વચ્ચે ઈન્ડિયા ટુડે (India Today) ગ્રુપના Tak ક્લસ્ટરના મેનેજિંગ એડિટર  મિલિંદ ખાંડેકર (Milind Khandekar) એ મલ્લિકાર્જુન ખડગેનો ઈન્ટરવ્યુ લીધો છે. News Tak ના ખાસ કાર્યક્રમ સાક્ષાત્કારમાં મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને ભાજપના એક-એક આરોપનો વિગતવાર જવાબ આપ્યો છે. તમે આ ઈન્ટરવ્યુનો ખાસ પ્રોમો અહીં નીચે જોઈ શકો છો.

રાહુલ ગાંધીએ ડરીને છોડ્યું અમેઠી કે લડશે ચૂંટણી, રાયબરેલી બેઠક પર લડશે પ્રિયંકા?

ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકોને લઈને પણ ભાજપ સતત પ્રહારો કરી રહ્યું છે. સપા સાથે ઈન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગની ડીલ હેઠળ આ બંને સીટ કોંગ્રેસની પાસે છે. અમેઠીથી રાહુલ ગાંધી 2019ની ચૂંટણી સ્મૃતિ ઈરાની સામે હારી ચૂક્યા છે. સોનિયા ગાંધીના રાજ્યસભામાં ગયા બાદ રાયબરેલી બેઠક પણ ખાલી છે. સવાલ એ છે કે શું રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડશે? આખરે દાયકાઓથી ગાંધી પરિવારના કબજામાં રહેલી આ બેઠકો પર કોંગ્રેસે હજુ સુધી શા માટે સસ્પેન્સ જાળવી રાખ્યું છે? હારના ડરથી ભાગવા જેવી વાતોમાં કેટલો છે દમ? કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ પોતાના ઈન્ટરવ્યુમાં આ સવાલો વિશે વિગતવાર વાત કરી છે અને રાહુલ-પ્રિયંકાને લઈને મોટો સંકેત પણ આપ્યો છે.

 

ઉત્તર-દક્ષિણ વિવાદને વેગ આપનાર સાંસદ સામે કેમ કોઈ પગલાં ન લેવાયા? કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં ઓલ્ડ પેન્શન સ્કીમના વચનનો શા માટે સમાવેશ ન કર્યો? મલ્લિકાર્જુન ખડગેને આ ઈન્ટરવ્યુમાં આવા કેટલાક જટિલ સવાલો પણ પૂછવામાં આવ્યા. આ આખો ઇન્ટરવ્યુ તમે News Takની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રાત્રે 8 વાગ્યે જોઈ શકશો.


 

    follow whatsapp