Anand: ચૂંટણી પ્રચાર માટે આવેલા BJP કાર્યકરોને ક્ષત્રિય યુવાનોએ પોતાના વિસ્તારમાંથી ભગાડ્યા

Gujarat Tak

22 Apr 2024 (अपडेटेड: Apr 22 2024 10:38 AM)

Anand News: આણંદના ઉમરેઠમાં ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના વિરોધનો કડવો અનુભવ થયો હતો. ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા કાર્યકર્તાઓએ ક્ષત્રિય સમાજના લોકોએ પોતાના વિસ્તારમાંથી બહાર કરી દીધા હતા. 

Anand News

Anand News

follow google news

Anand News: ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈને તમામ રાજકીટ પાર્ટીઓ પ્રચાર-પ્રસારમાં લાગી ગઈ છે. બીજી તરફ ક્ષત્રિય સમાજમાં પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રોષ છે અને વિરોધ કરાઈ રહ્યો છે. ત્યારે આણંદના ઉમરેઠમાં ભાજપના કાર્યકર્તાઓને ચૂંટણી પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજના વિરોધનો કડવો અનુભવ થયો હતો. ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા કાર્યકર્તાઓએ ક્ષત્રિય સમાજના લોકોએ પોતાના વિસ્તારમાંથી બહાર કરી દીધા હતા. 

આ પણ વાંચો

ઉમરેઠમાં ક્ષત્રિય યુવાનોનો રોષ

આણંદ લોકસભા બેઠક પર ઉમરેઠમાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં કાર્યકરો પહોંચ્યા હતા. જોકે ક્ષત્રિય યુવાનોએ 'રૂપાલા હાય-હાય'ના નારા લગાવીને પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહેલા ભાજપના કાર્યકર્તાઓને બહાર હાંકી કાઢ્યા હતા. ભાજપના કાર્યકર્તાઓને વિસ્તારમાંથી બહાર કાઢતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વિસ્તારમાં રૂપાલાના બહિષ્કારાના પોસ્ટર્સ પણ લાગેલા છે. તેમ છતા ભાજપના કાર્યકરો પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. જાગનાથ મહાદેવ વિસ્તાર ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ બડોદિયાનું ઘર છે. 

ભાજપના હોદ્દેદારો-કાર્યકરો પ્રચારમાં નીકળ્યા હતા

વીડિયોમાં ભાજપ માટે પ્રચાર કરતા APMC પૂર્વ અધ્યક્ષ સુજલ શાહ, નગરપાલિકા અધ્યક્ષ કનૈયાલાલ શાહ, કાર્યકારી અધ્યક્ષ સંજય પટેલ તથા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા.  

(ઈનપુટ: હેતાલી શાહ, આણંદ)

 

    follow whatsapp