ગાંધીનગરમાં કમલમ ખાતે વિરોધ કરવા પહોંચેલી 3 ક્ષત્રિય મહિલાઓ ડિટેઈન, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

Gujarat Tak

• 06:12 PM • 06 Apr 2024

Gandhinagar News: ગાંધીનગરમાં કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે 3 ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરવા માટે પહોંચી હતી. પ્રાઈવેટ કારમાં 3 ક્ષત્રિય બહેનો કમલમ પહોંચી. જોકે તેઓ વિરોધ કરે તે પહેલા જ તેમને ડિટેઈન કરવામાં આવી હતી.

Gandhinagar News

ગાંધીનગરમાં ક્ષત્રિય બહેનોની કારની તસવીર

follow google news

Gandhinagar News: રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ દ્વારા ઘણા દિવસથી રૂપાલની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જે પૂરી ન થતા ક્ષત્રિયાણીઓએ ગાંધીનગરમાં કમલમ ખાતે જૌહર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ વચ્ચે ગાંધીનગરમાં કમલમ પ્રદેશ કાર્યાલય ખાતે 3 ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરવા માટે પહોંચી હતી. પ્રાઈવેટ કારમાં 3 ક્ષત્રિય બહેનો કમલમ પહોંચી. જોકે તેઓ વિરોધ કરે તે પહેલા જ તેમને ડિટેઈન કરવામાં આવી હતી.

આ પણ વાંચો

આ પણ વાંચો: ક્ષત્રિયોઓએ શરૂ કર્યું "ઓપરેશન રૂપાલા" , રાજકોટમાં કલેકટરને આવેદન પત્ર આપવા માટે નીકળી મહારેલી

બોપલમાં નજરકેદ મહિલાઓને ઘરે મોકલાઈ

ગાંધીનગરમાં કમલમ ખાતે પહોંચેલી 3 ક્ષત્રિય મહિલાઓને પોલીસે પ્રાઈવેટ ગાડીમાં જ ડિટેઈન કરીને લઈ ગઈ હતી. ત્રણેય ક્ષત્રિય બહેનો પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે વિરોધ કરવા પહોંચી હતી. તો બીજી તરફ જૌહર કરવા જનાર મહિલાઓને સવારે બોપલમાં નજર કેદ કરાઈ હતી. સાંજે તમામ મહિલાઓને પોતપોતાના ઘરે મોકલવામાં આવી છે. 

આ પણ વાંચો: VIDEO: ED બાદ હવે બંગાળમાં NIAની ટીમ પર હુમલો, અધિકારીઓ પર ટોળાએ કર્યો પથ્થરમારો

ઉગ્ર પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી

ગાંધીનગરમાં કમલમ ખાતે પહોંચેલા ક્ષત્રિય મહિલાએ જણાવ્યું હતું કે, અમારી માંગ સંતોષાઈ નથી. આવનારા દિવસોમાં આનાથી વધુ ઉગ્ર પ્રદર્શન થશે. તો બીજી તરફ રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢીને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. તો કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા બોપલ ખાતે ક્ષત્રિય સમાજની મહિલાઓને મળવા જતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. સાંજે તેમને મુક્ત કરીને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. 


 

    follow whatsapp