Ahmedabad: EWS આવાસના મકાનમાં લિવિંગ રૂમ, બેડરૂમ અને કીચન કેટલી સાઈઝના હશે? જોઈ લો માસ્ટર પ્લાન

Gujarat Tak

29 Mar 2024 (अपडेटेड: Mar 29 2024 11:19 AM)

Ahmedabad EWS Avas Yojana: અમદાવાદમાં AMC દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ઘરનું ઘર ખરીદવા શહેરના ત્રણ વિસ્તારોમાં EWS આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નરોડા-મુઠિયા, હંસપુરા અને ગોતા વિસ્તારમાં કુલ મળીને 1055 આવાસ બનાવશે.

AMC EWS Housing Scheme

AMC EWS Housing Scheme

follow google news

Ahmedabad EWS Avas Yojana: અમદાવાદમાં AMC દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ઘરનું ઘર ખરીદવા શહેરના ત્રણ વિસ્તારોમાં EWS આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નરોડા-મુઠિયા, હંસપુરા અને ગોતા વિસ્તારમાં કુલ મળીને 1055 આવાસ બનાવશે. આ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. જોકે ઘણા લોકો હજુ મૂંઝવણમાં છે કે આવાસ યોજનાના ઘરમાં તેમને જગ્યા કેટલી મળશે? બેડરૂમ અને લિવિંગ રૂમમાં પૂરતી જગ્યા તો મળી રહેશે ને? ઘર નાનું તો નહીં લાગે ને? ત્યારે આવાસ યોજના સંદર્ભે AMC દ્વારા બ્રોશર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સ્કીમના માસ્ટર પ્લાનમાં ફ્લેટમાં મળનારી જગ્યા અને રૂમની સાઈઝ સહિતની વિગતો આપવામાં આવી છે.

આ પણ વાંચો

2BHK ફ્લેટમાં 38 ચોરસ ફુટની જગ્યા મળશે

નરોડા-મુઠિયા, હંસપુરા અને ગોતામાં બનનારા તમામ 2BHK ફ્લેટમાં 38 ચોરસ ફુટની જગ્યા મળશે. જેમાં લિવિંગ રૂમ, કોમન ટોઈલેટ, બેડ રૂમ, માસ્ટર બેડરૂમ, અટેચ ટોઈલેટ, કિચન, વોશ એરિયા, પૂજા-સ્ટોર રૂમ, પેસેજ સહિતનો સમાવેશ થાય છે. જોકે આ ત્રણેય સ્કીમોમાં લિવિંગ રૂમ, કિનચ, બેડરૂમ સહિતની સાઈઝ અલગ રહેશે.

ગોતામાં બનનારા ફ્લેટની ડિઝાઈન

નરોડા-મુઠિયામાં બનનારા ફ્લેટની ડિઝાઈન

હંસપુરામાં બનનારા ફ્લેટની ડિઝાઈન

આ પણ વાંચો: EWS આવાસ યોજનાના ફોર્મમાં કેટલી ડિપોઝિટ છે? જાણો, ડ્રોમાં મકાન લાગે તો પૈસા ભરવા કેટલો સમય મળશે

ફોર્મ ભરવા માટે અરજદારે https://ewsapplicationform.ahmedabadcity.gov.in/ વેબસાઈટ પર જઈને પોતાની તમામ માહિતી ભરવાની રહેશે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા 13 મે 2024 સુધી ચાલશે.

આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો

  1. અરજદારનો ફોટો
  2. અરજદારનું આધારકાર્ડ તથા ઘરના તમામ સભ્યોનું આધારકાર્ડ
  3. આવકનો દાખલો
  4. અરજદારની બેન્ક કેન્સલ ચેક
  5. ઓળખ પુરાવો
  6. રહેઠાણનો પુરાવો (લાઈટબીલ/રેશનકાર્ડ/ભાડા કરાર)માંથી કોઈ એક
  7. અરજદારનો જાતિનો દાખલો (SC/ST/OBC વર્ગ માટે)
  8. BPL કાર્ડની કોપિ
  9. સોગંદનામું (સેલ્ફ ડિક્લેરેશન)

આ પણ વાંચો:  EWS આવાસ યોજનાના ફોર્મ ભરવામાં આ 7 બાબતોનું ખાસ ધ્યાન રાખજો, ભૂલ થઈ તો ફોર્મ રદ થઈ જશે

કોણ કરી શકે મકાન માટે અરજી?

આર્થિક રીતે નબળા અને વાર્ષિક 3 લાખથી ઓછી આવક ધરાવતા કુંટુંબ માટે EWS-2 આવાસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. શહેરના નરોડા મુઠીયા, હંસપુરા અને ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવાશે. લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઈઝ ડ્રો પદ્ધતિથી કરવામાં આવશે. 

કેટલી હશે મકાનની કિંમત?

EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચ 2024થી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મકાનની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂ.50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે. આ મકાન 35 ચો.મી.થી વધુ અને 40 ચો.મીથી ઓછા કાર્પેટ એરિયા ધરાવતા હશે.

નોંધ: AMC દ્વારા બ્રોશરમાં જણાવ્યા મુજબ દર્શાવેલ પ્લાનિંગ અને બાહ્ય દેખાવ સૂચક છે. જેમાં ટેકનિકલ જરૂરિયાત મુજબ ફેરફાર થઈ શકે છે.

    follow whatsapp