અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર રાજકોટથી ઝડપાયો

Yogesh Gajjar

• 04:45 AM • 11 Oct 2023

IND vs PAK Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી શનિવારે ભારત અને પાકિસ્તાનની મેચ રમાવા જઈ રહી છે. આ હાઈ પ્રોફાઈલ મેચ પહેલા જ સ્ટેડિયમની…

gujarattak
follow google news

IND vs PAK Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી શનિવારે ભારત અને પાકિસ્તાનની મેચ રમાવા જઈ રહી છે. આ હાઈ પ્રોફાઈલ મેચ પહેલા જ સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તાજેતરમાં NIAને મોદી સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી રૂ.500 કરોડની ખંડણી માગતો ઈ-મેઈલ મળ્યો હતો. મામલામાં NIA સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. જેમાં રાજકોટમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો

વીડિયો બ્લોગરે આપી હતી ધમકી

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા મામલે મૂળ મધ્ય પ્રદેશના અને હાલ રાજકોટમાં રહેતા કરણ માળીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. આરોપી યુવક વીડિયો બ્લોગર છે અને માત્ર મજા લેવા માટે સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપી હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે આરોપીના લેપટોપ સહિતના વિવિધ સાધનો જપ્ત કરી લીધા છે.

NIAને મળ્યો હતો ધમકી ભર્યો ઇમેઇલ

નોંધનીય છે કે, NIAને હાલમાં ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. જેમાં 500 કરોડની ખંડણીની માગણી કરવામાં આવી હતી. ઉપરાંત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ જેલમાંથી છોડવાની માંગ કરાઈ હતી. જે બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ હતી. અમદાવાદમાં મોદી સ્ટેડિયમની સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે.

    follow whatsapp