Stock Market Update On Exit Poll: એક્ઝિટ પોલમાં NDAને બહુમતી મળવાની આગાહી બાદ સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ભારે તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી. શેરબજારે તરત જ રોકાણકારોને માલામાલ બનાવી દીધા હતા. આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1200000 કરોડનો વધારો થયો, કારણ કે BSE માર્કેટ કેપમાં ભારે વધારો થયો હતો.
ADVERTISEMENT
કેટલા શેરમાં વધારો થયો?
શુક્રવારની સરખામણીએ BSE માર્કેટ કેપ રૂ. 4,12,12,881 થી વધીને રૂ. 4,23,71,233 કરોડ થયું છે. BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાં તમામ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. સૌથી મોટો ઉછાળો પાવર ગ્રીડના શેરમાં 11 ટકા હતો. NTPC ના શેરમાં લગભગ 8 ટકાનો વધારો થયો છે. તે જ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ, અંબુજા સિમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો જેવા હેવીવેઇટ શેર્સ પણ વૃદ્ધિ પર રહ્યા હતા. આ સિવાય સિમેન્સ, એબીબી, હિન્દુસ્તાન એરોનોટિક્સ (એચએએલ), ભારત ઈલેક્ટ્રોનિક્સ (બીઈએલ), ભારત ડાયનેમિક્સ, બીઈએમએલ, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના કોચીન શિપયાર્ડ્સ, સ્ટર્લિંગ વિલ્સન, વારી, એલએન્ડટી અને પ્રાજ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ વધારો થયો હતો.
Exit Poll Results: ક્ષત્રિયો નિશાન ચૂંકયા? એક્ઝિટ પોલ્સના આંકડાએ સ્પષ્ટ કર્યું ચિત્ર!
શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચ્યું
એક્ઝિટ પોલમાં ભાજપ માટે ત્રીજી મુદતની આગાહી કર્યા બાદ BSE સેન્સેક્સ 2,777.58 પોઈન્ટ વધીને 76,738.89ની ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો હતો. નિફ્ટી પણ 23,338.70ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. બાદમાં તે 700 પોઈન્ટના વધારા સાથે 23,250ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 2300થી વધુ વધીને 76,300 પર ટ્રેડ કરી રહ્યો હતો. ઈન્ડિયા VIX, આગામી 30 દિવસમાં સંભવિત બજારની અસ્થિરતા દર્શાવતો ઇન્ડેક્સ, રાજકીય અનિશ્ચિતતામાં ઘટાડો થવાને કારણે 20 ટકા ઘટીને 19.2 ટકા થયો હતો.
આવતીકાલે શેબજારમાં શું થશે?
લગભગ તમામ એક્ઝિટ પોલ્સે BJP ની આગેવાની હેઠળના એનડીએ માટે 350-400 બેઠકોની જીતની આગાહી કરી હતી, જે મોટાભાગે અભિપ્રાય સર્વેક્ષણો સમાન હતી. લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ થોડા તબક્કામાં ઓછા મતદાનને પગલે સ્ટોક રોકાણકારોએ છેલ્લા છ સપ્તાહમાં ભાજપ અથવા એનડીએ દ્વારા જીતેલી બેઠકોની સંખ્યા પર અપેક્ષાઓ ઘટાડી દીધી હતી. જો કે, એક્ઝિટ પોલના પરિણામો સાચા સાબિત થાય છે તો આવતીકાલે એટલે કે 4 જૂને શેરબજારમાં જોરદાર રેલી આવી શકે છે, જેની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Exit Poll થી શેર માર્કેટમાં તોફાન! સેન્સેક્સમાં રેકોર્ડ 2000 પોઈન્ટથી વધુનો ઉછાળો
નિષ્ણાતની શું છે ભવિષ્યવાણી
એક માર્કેટ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જો એક્ઝિટ પોલના પરિણામો 4 જૂન, 2024 ના રોજ વાસ્તવિક પરિણામોમાં પરિવર્તિત થાય તો નજીકના ભવિષ્યમાં ઇક્વિટી માર્કેટ હકારાત્મક પ્રતિસાદ આપશે તેવી અપેક્ષા દેખાય રહી છે. ભૂતકાળની ચૂંટણીઓમાં બજારની ચાલ દર્શાવે છે કે ચૂંટણી પહેલા બજારો સારો દેખાવ કરે છે અને ચૂંટણી પછી વળતર ઘટે છે.
આ 12 શેરોમાં જોરદાર ઉછાળો
અદાણી પાવર 15% વધીને રૂ.864, અદાણી પોર્ટ 10% વધીને રૂ. 1600, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન 10% વધી રૂ.541 હતો. પાવર ગ્રીડ કોર્પના શેરમાં 10 ટકા, RECLના શેરમાં 10 ટકા, બેન્ક ઓફ બરોડાના શેરમાં 9 ટકાનો વધારો થયો છે. PSU કંપનીઓમાં HPCLનો શેર 9 ટકા વધીને રૂ. 584 પર અને IDBI બેન્કનો શેર 7 ટકા વધીને રૂ. 91 પર હતો. આ સિવાય IRB ઈન્ફ્રાના શેરમાં 12 ટકા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં 8 ટકા, NCCમાં 8 ટકા, NBCC ઈન્ડિયામાં 8 ટકા અને IRCON ઈન્ટરનેશનલના શેરમાં 7 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
(નોંધ- કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા, કૃપા કરીને તમારા બજાર નિષ્ણાતની સલાહ લો.)
ADVERTISEMENT
