રાજકોટમાં વધુ એક યુવકનું ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકથી મોત, પરિવારે કહ્યું- કોઈ બીમારી કે વ્યસન નહોતું - ગુજરાત તક
આપણું ગુજરાત મારું શહેર રાજકોટ લેટેસ્ટ સ્ટોરીઝ

રાજકોટમાં વધુ એક યુવકનું ક્રિકેટના મેદાનમાં હાર્ટ એટેકથી મોત, પરિવારે કહ્યું- કોઈ બીમારી કે વ્યસન નહોતું

નિલેશ શિશાંગિયા/ રાજકોટ: યુવાનોમાં અચાનક વધી રહેલા હાર્ટ એટેકના બનાવોએ ચિંતા વધારી દીધી છે. રાજકોટમાં એકબાદ એક ક્રિકેટ રમતા યુવાનોના હાર્ટ એટેકથી મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે રવિવારે વધુ એક વ્યક્તિએ ક્રિકેટના મેદાનમાં જીવ ગુમાવ્યો છે. શાસ્ત્રી મેદાનમાં રવિવારની રજામાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયુર મકવાણાનું અચાનક નિધન થઈ જતા મિત્રો અને પરિવારના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. છેલ્લા અઢી દિવસમાં આ રીતે 6 યુવાનો મોતને ભેટ્યા છે.

રવિવારની રજા હોવાથી ક્રિકેટ રમવા ગયો હતો
વિગતો મુજબ, 45 વર્ષના મયુરભાઈ રવિવારની રજા હોવાથી શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. દરમિયાન ક્રિકેટ રમતા રમતા જ તેઓ નીચે ઢળી પડ્યા. મિત્રો તેમને બચાવવા દોડ્યા અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ખાસ વાત એ છે કે મૃતક મયુર ભાઈને કોઈજાતની બિમારી કે વ્યસન નહોતું એવામાં અચાનક હાર્ટ એકેટ આવતા પરિવાર અને મિત્રો આઘાતમાં સરી પડ્યા છે. મયુરભાઈ સોની કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

games808

ક્રિકેટ રમતા રમતા ગભરામણ થઈ અને ઢળી પડ્યો
મૃતક મયુરભાઈના મામાએ જણાવ્યું કે, મયુર નિયમિત ક્રિકેટ રમવા જતો હતો. તેને કોઈ બીમારી કે વ્યસન નહોતું. આજે ક્રિકેટ રમતા તેને થોડી ગભરામણ થઈ હતી. આથી તે સ્કૂટર પર બેસી ગયો અને બાદમાં અચાનક ઢળી પડ્યો હતો. એટલે મિત્રોએ 108ને જાણ કરી હતી. જોકે નજીકની હોસ્પિટલ પહોંચતા જ મયુરભાઈને સિવિલ લઈ જવા કહેવાયું હતું. આથી તેમને સિવિલ લઈ જવાયા જ્યાં પહોંચતા જ તેમનું મોત થઈ ગયું.

 

જાણો કપિલ શર્માએ કેટલો કર્યો છે અભ્યાસ, કોમેડિયન પહેલા અભિનેતા શું બનવા માંગતા હતા ‘હું હાઉસવાઈફ રહીશ…’, બીજા લગ્ન પછી દલજીતે છોડી એક્ટિંગ? આપ્યો જવાબ 1 કરોડ ફી વાળી સ્કૂલ, ખાસિયતો જાણીને દંગ રહી જશો નીતા અંબાણીનું ‘રઘુપતિ રાધવ’ પર ડાંસ પરફોર્મન્સ, ફેન્સ થયા ઈમ્પ્રેસ બ્લેક સાડીમાં રાધિકાએ અનંતનો હાથ પકડીને એન્ટ્રી લીધી, કપલ પર ફીદા થયા ફેન્સ ધોની સાથે હાથ મિલાવ્યા વગર નિકળી ગયો હાર્દિક પંડ્યા, Video વાયરલ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ભવ્ય ઓપનીંગઃ જુઓ ખાસ તસવીરો દારૂના નશામાં આ 5 ખેલાડીઓએ કરી ચૂક્યા છે હંગામો, કેટલાકે પેશાબ કર્યો તો કેટલાકે કર્યો ઝઘડો ભોજપુરી ઈન્ડસ્ટ્રીની હોટ ક્વીન નેહા મલિકે ક્લીવેજને ફ્લોન્ટ કરતી તસવીરો કરી શેર બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર મારે એટલી સુંદર છે રિષભ પંતની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો પતિ સાથે રોમાન્ટિક થઈ દલજીત કૌર, ડીપ નેક આઉટફિટમાં આપ્યા સેન્સુઅલ પોઝ 4 વર્ષની બ્રેક બાદ કમબેક કરી રહી છે આ એક્ટ્રેસ, શેર કર્યો એક્સપીરિયંસ PM મોદીએ નવા સંસદ ભવનનું કર્યું સરપ્રાઈઝ નિરીક્ષણ કરીના કપૂરની કમેન્ટ સાંભળીને ઉર્ફી ચોંકી ગઈ, કહ્યું- મારી લાઈફ પૂરી થઈ ગઈ… Apple ની મોટી જાહેરાત, આ તારીખે થઈ શકે છે IOS 17 લોન્ચ એક્ટ્રેસે પાર કરી હોટનેસની તમામ હદો, શર્ટના બટન ખોલીને આપ્યો પોઝ મહેલને પણ ટક્કર આપે તેવો છે મુકેશ અંબાણીનો દુબઈવાળો બંગલો, કિંમત જાણીને ચોંકી જશો કરિયરમાં ગેમ-ચેંજર સાબિત થઈ ટીવી ઈન્ડસ્ટ્રી, સિનેમામાં ઓછા, નાના પડદા પર વધુ એક્ટિવ છે શિલ્પા 30 સેકંડમાં ખબર પડી જશે દૂધમાં મિલાવટ, IITની કમાલ Facebook-Instagram પર એકાઉન્ટ વેરિફાઈ કરવા માટે લાગશે ચાર્જ, જાણો કેટલા રૂપિયા ચૂકવવા પડશે