Murder: નડિયાદમાં મહિલાની જાહેરમાં હત્યા, પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી
આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

Murder: નડિયાદમાં મહિલાની જાહેરમાં હત્યા, પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી?

New Project 2023 03 15T145412.386

હેતાલી શાહ, નડિયાદ : રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન નડિયાદમાં મહિલાની જાહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નવરંગ ટાઉનશીપમાં પતિએ જ પત્નીની હત્યા કરી.ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે.

સાત જન્મ સાથે રહેવાનું વચન આપનારે જ મહિલાને મોતને ઘાટ ઉતારી છે. એક તરફ ઘરેલુ હિંસાના બનાવો બની રહ્યા છે. ત્યારે હવે મામલો મોતને ઘાટ ઉતારી દેવ સુધી પહોંચ્યો છે. પતિ એ જ પોતાની પત્નીની જાહેરમાં હત્યા કરી છે. પતિએ જ પત્નીની કરૂણ હત્યા કરતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

games808
પતિ રસિકભાઈ નિવૃત મદદનીશ ફોરેસ્ટર
47 વર્ષીય નિમિષાબેન રસિકભાઈ પરમાર ગુજરાતના ખેડા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા નડિયાદના નવરંગ ટાઉનશીપ વિસ્તારમાં રહે છે, જેમના લગ્ન આશરે 20 થી 25 વર્ષ પહેલા ખેડા જિલ્લાના વસોના રહેવાસી રસિકભાઈ પરમાર સાથે થયા હતા. અને તેમનો પુત્ર વિદેશમાં રહે છે. નિમિષાબેન અને રસિકભાઈ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ હતો, આ ઝઘડો કોર્ટ સુધી પહોંચ્યો હતો.  નિમિષાબેને કોર્ટમાં કલમ 498 હેઠળ ભરણપોષણનો કેસ કર્યો હતો.  નિમિષાબેન ગૃહિણી છે, અને રસિકભાઈ નિવૃત્ત મદદનીશ ફોરેસ્ટર છે.  આજે પતિ-પત્ની ભરણપોષણના કેસના કારણે બંને કોર્ટમાં ગયા હતા, ત્યાર બાદ અચાનક ઉશ્કેરાયેલા પતિએ પત્નીને તેના ઘરની બહારજ ગોળી મારીને હત્યા કરી નાખી અને ભાગી ગયો.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આજે બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે એક વ્યક્તિ એક્ટિવા લઈને અહીં આવ્યો હતો, તેણે હેલ્મેટ પહેર્યું હતું, અચાનક ફટાકડા જેવો અવાજ આવ્યો, જેના કારણે અમે બધા બહાર આવ્યા. નિમિષાબેનના ઘરથી લગભગ 25 ફૂટના અંતરેથી તે વ્યક્તિએ ફાયરિંગ કર્યું.અને ભાગવા જ જતા હતા, ત્યારે તેનું હેલ્મેટ પડી ગયું જેનાથી બધાએ ઓળખી લીધો કે તે તેનો પતિ રસિકભાઈ છે. હાલ તો સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક નિમિષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અને મૃતક નિમિષાબેનની માતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જાણો શું કહે છે પોલીસ તંત્ર
ડીવાયએસપીવીએન સોલંકીના જણાવ્યા મુજબ, નિમિષાબેન નડિયાદના નવરંગ ટાઉનશીપના મકાન નંબર 1માં રહે છે. અને રસીકભાઈના પત્ની છે, પતિએ ગોળી મારીને હત્યા કરી છે.  જેના કારણે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. હવે તેની માતાની પુછપરછ ચાલુ છે. જો કે પ્રાથમિક તપાસભા પતિ-પત્ની વચ્ચેના પરસ્પર અણબનાવના કારણે આ હત્યા થઈ હોવાનુ સામે આવ્યો છે. પરંતુ પૂછપરછ પત્યા બાદ તમામ બાબતો સામે આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

Nora Fatehiનો રેડ ડ્રેસમાં હોટ અંદાજ, જુઓ Viral Photos શમા સિંકદરનો ઓરેન્જ બિકીનીમાં હોટ લૂક વાયરલ, દરિયાકાંઠે આપ્યા Hot પોઝ સીઆઇડીમાં કામ કરી ચૂકેલી મેઘા ​​ગુપ્તાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ અર્ચના ગૌતમ બુર્જ ખલીફાની સામે તેના બિન્દાસમૂડમાં જોવા મળી, તસવીરો કરી શેર પ્રેમમાં તૂટ્યું હતું સારાનું દિલ, બ્રેકઅપ બાદ માતા અમૃતા સિંહે આ રીતે સમજાવી હતી અક્ષયથી લઈને કેટરીના સુધી, બોલિવૂડના આ 10 સેલેબ્સના બોડીગાર્ડને મળે છે કરોડોમાં સેલેરી શ્વેતા તિવારીની જાણે અટકી ગઈ ઉંમર, 42 વર્ષની અભિનેત્રીએ બિકિનીમાં કહેર વર્તાવ્યો ગોધરાના યુવાનની એ ફોટોગ્રાફી જેનાથી તે છવાયો ઈન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડઝમાં ઉર્ફી જાવેદ ફરી અતરંગી ડ્રેસમાં દેખાઈ, ફોટો જોઈને ફેન્સે માથું પકડી લીધું ટીવીની ‘સંસ્કારી વહુ’નો બોલ્ડ અવતાર, કાતિલ અંદાજના ફેન્સ દિવાના થયા અર્જુન કપૂર સાથે ક્યારે લગ્ન કરવાની છે મલાઈકા અરોરા? જણાવ્યો ફ્યૂચર પ્લાન બિકીની પહેરીને બીચ પર નાચી 37 વર્ષની એક્ટ્રેસ, હોટનેસ જોઈને પરસેવો છૂટી જશે બીજીવાર દુલ્હન બની આ ટીવી એક્ટ્રેસ, લગ્નના ફેરા પહેલા જ પતિ સાથે કર્યું લિપલોક આટલી બદલાઈ ગઈ RCBની મિસ્ટ્રી ગર્લ 40 વર્ષની મોનાલિસાએ ઘટાડ્યું 10 કિલો વજન, એક્તા કપુરે આપી મોટી બ્રેક કપિલ શર્માએ કોમેડિયન બનતા પહેલા 500 રૂપિયા માટે સંઘર્ષ કર્યો હતો હરિયાણવી ડાન્સર સપના ચૌધરી ફરી એકવાર પોતાના કિલર લુકને ફેન્સ સાથે શેર કર્યો કોણ છે ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ, પતિના માટે છોડ્યું તબીબી કરિયર 35 વર્ષનની સામંથા કસાયેલા ફિગર માટે કરે છે આ એક્સરસાઈઝ, આપ પણ જાણો તેનું સિક્રેટ જમ્મુ-કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરતો ગુજરાતનો મહાઠગ ઝડપાયો