મહિસાગરઃ દલિત યુવતીની હત્યા કરી પોટલામાં ફેંકી દેવા મામલે પોલીસને મળી મોટી સફળતા

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહિસાગરઃ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે મેળામાં પરિવાર સાથે ગયેલી ધો.12ની વિદ્યાર્થિનીનો ગુમ થયા બાદ નદીમાંથી મૃતદેળ મળી આવ્યો હતો. કોથળામાં પૂરેલી યુવતીની લાશ ધ્રુજાવી મૂકે તેવી સ્થિતિમાં મળતા લોકો કંપી ઉઠ્યા હતા. જે મામલામાં દલિત સમાજ પણ સતત ન્યાયની માગણી કરી રહ્યો હતો અને આરોપીની જલદીથી ધરપકડ થાય તેવી માગ કરી રહ્યો હતો. આ મામલામાં આજે શનિવારે મહિસાગર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ઘટનાના આરોપીને મધ્યપ્રદેશથી દબોચી લીધો છે.

હિન્દુફોબિયા સામે USની જ્યોર્જિયા વિધાનસભામાં પ્રસ્તાવ પસાર, કહ્યું- દુનિયાના સૌથી…

શું હતો બનાવ?
મહિસાગર જિલ્લાના ખાનપુર ગામની ચંદ્રીકા પરમાર નામની યુવતી ધોરણ 12ની પરીક્ષા આપી રહી હતી. બે પેપર આપ્યા બાદ તે બાકીના પેપરની તૈયારી કરી રહી હતી. દરમિયાન તે ખાનપુર નજીક મહી નદીના કાંઠે દરવર્ષે યોજાનારા ઉર્સના મેળામાં ગઈ હતી. 18 માર્ચના રોજ પરિવાર સાથે ચંદ્રિકા મેળામાં હતી ત્યારે વાવાઝોડું આવ્યું અને વરસાદમાં તે પરિવારથી વિખુટી પડી ગઈ. લાઈટ પણ જતી રહી હતી. એવામાં અચાનક ચંદ્રિકા ગુમ થઈ ગઈ હતી. આથી પરિવારે તેની આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં તેની કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આખરે કારંટા ગામે ચાર દિવસે મહીસાગર નદીની અંદરથી એક લાશ મળી આવી હતી. આ લાશ કોથળામાં બાંધેલી હતી અને નદીમાં ફેંકી દેવાઈ હતી. પોલીસ દ્વારા ગુમ યુવતીના પરિવારજનોને જાણ કરવામાં આવી યુવતીના પરિવારજનો એ ત્યાં આવી અને જોતા તેમની દીકરીની લાશ હોય તેવું જણાઈ આવ્યું હતું.

જુનિયર ક્લાર્ક-તલાટી પરીક્ષાઃ હસમુખ પટેલે કહ્યું ‘ઉમેદવારોને બેસાડવા જગ્યા નથી’, યુવરાજસિંહે આપી પ્રતિક્રિયા

કેમ કરી હતી યુવતીની હત્યા?
આ સમગ્ર મામલે DySP પી એસ વાલવીએ કહ્યું કે, ગત ઉર્સના મેળા દરમિાયન ચંદ્રીકા વિનોદભાઈ નામની યુવતી ગુમ થઈ હતી. તે પછી તેની લાશ નદીમાંથી મળી આવી હતી. તપાસ દરમિયાન તે દિવસે મેળામાં સાંજે વાવાઝોડું અને વરસાદ આવ્યો હતો. ચટ્ટાઈવાળાની ચટ્ટાઈ લઈને કેટલાક લોકો ભાગતા હતા. ત્યારે ચંદ્રીકાબેન પણ તેમને જોઈને ભાગવા લાગ્યા હતા. ત્યારે તે ચટ્ટાઈવાળા આરોપી જીતેન્દ્ર જીતુ ભીમસેન સાથે ચટ્ટાઈ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારે ધક્કો વાગતા તે નીચે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. જેથી તેણે બાજુમાંથી કોથળો લઈને તેમાં પુરી બાજુની નદીમાં નાખી દેવાઈ હતી. પોસ્ટ મોર્ટમમાં પણ કોઈ બીજા ઈજાના નીશાન નથી માત્ર માથામાં સામાન્ય ઈજાઓ છે. હજુ જોકે એફએસએલના બીજા રિપોર્ટ્સ આવવાના બાકી છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટઃ વીરેન જોશી, મહિસાગર)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT