રેત માફિયાઓ પર અમરેલીમાં મોટી કાર્યવાહીઃ JCB, ટ્રેક્ટર સહિત મોટો મુદ્દામાલ જપ્ત

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિરેન રાવિયા.અમરેલીઃ સુજલામ સુફલામ યોજનાને લઈને તલાવ ઉંડા કરવાના માટે મેળવવામાં આવતી જમીનનના સ્થળમાં ફેરફારો કરીને કેટલાક માફિયાઓ અન્ય જગ્યાઓ પરથી પણ તળાવ ઉંડા કરવાના બહાને રેતી ખનન કરવા લાગ્યા છે. આ અંગેની વિગતો અમરેલીમાં મામલતદાર તરીકે કામગીરી સંભાળતા પી એમ મહેતાને થતા તેમણે તાત્કાલીક કાર્યવાહી હાથ ધરીને આવા માફિયાઓ પર સીધી તવાઈ બોલાવી હતી. રેતી ચોરી કરવામાં વપરાયેલા મોટા ભાગના વાહનોને જપ્ત કરી લેવામાં પણ સફળતા મેળવી હતી. લાખો કરોડોના આ વાહનો જપ્ત થઈ જતા માફિયાઓના પણ પગ ધ્રુજી ઊઠ્યા છે.

‘મારા કારણે નરેન્દ્ર મોદીની પ્રતિભાને…’ કિરણ પટેલ મુદ્દે જાણો બીજું શું બોલ્યા BJP નેતા

2 જેસીબી 10 ટ્રેક્ટર જપ્ત કરી લીધા
અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી કરતા તત્વો બેફામ બન્યા હોય ત્યારે હાલ સુજલામ સુફલામ્ યોજના તળે તળાવો ઉંડા ઉતારીને જળ સંગ્રહ કરવાના સરકારના અભિગમમાં ખનીજ ચોરો અવનવી તરકીબો અજમાવીને ખનીજ ચોરીને અંજામ આપતા થઈ ગયા છે. વડીયા મામલતદારની નજરમાં આ ખનીજ ચોરી થતી હોવાની મળેલી પૂર્વ બાતમીને આધારે વડીયાના ભુંખલી સાંથળી ગામે બિન અધિકૃત રીતે જમીનમાંથી માટી ઉઠવતા માફિયાઓ પર દરોડો પાડીને મામલતદારે 10 ટ્રેકટરો અને 2 જે.સી.બી. ઘટના સ્થળે જઈને ઝડપી લીધા હતા.

IPS અધિકારીએ અતિક અહેમદ જોડે સાબરમતી જેલમાં ચીકનપાર્ટી કરી?- રિપોર્ટ

યોજના અંતર્ગત મંજુરીની જગ્યાનો ફેરફાર કરી ચોરી કરતા
સ્થળ તપાસ દરમ્યાન મામલતદારને જાણવા મળ્યું કે, સુજલામ સુફલામ્ યોજનાની મંજૂરી વાળી જગ્યાએ સ્થળ ફેરફાર કરીને માટી ચોરી કરતા તત્વો સામે લાલઆંખ વડીયા મામલતદાર પી.એમ.મહેતાએ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઉપરાંત 10 ટ્રેકટર માટી ભરેલા જ વડીયા પોલીસને સોંપીને ખનીજ વિભાગને રિપોર્ટ કરવાની કાર્યવાહી મામલતદાર મહેતાએ હાથ ધરી હતી. સુજલામ સુફલામ્ યોજનાના સ્થળ ફેરફાર કરીને માટી ચોરીનું કૌભાંડ ખુદ મામલતદારે પકડી પાડ્યું હતું.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT