વરસાદને લઈ હવામાન વિભાગની મહત્વની આગાહી, ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સતત વરસી રહેલા કમોસમી વરસાદને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે હવે વરસાદને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના વિસ્તારોમાં કયાંક છૂટોછવાયો વરસાદ પડી શકે છે. રાજ્યમાં વાદળા દૂર થતા જ ફરી ગરમીનું જોર વધશે.

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સતત કમોસમી વરસાદથી ખેડૂતો પર આકાશી આફત આવી પડી હતી. વરસાદને લઈ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. રાજ્યમાં ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. બાજરી, ઘઉં, જુવાર, ડુંગળી અને કેરી જેવા પાક પર પાણી ફરી વળ્યું છે. આ દરમિયાન હવે હવામાન વિભાગની આગહીથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો : Vadodara: સમરસ હોસ્ટેલના ભોજનમાં નીકળતા જીવડાં, વિદ્યાર્થિનીઓએ ઉચ્ચારી આંદોલનની ચિમકી

આ પણ વાંચો

ADVERTISEMENT

કેરીના પાકને ભારે નુકશાન
સામાન્ય રીતે ગુજરાતમાં માર્ચ મહિનામાં આટલો વધારે કમોસમી વરસાદ જોવા મળતો નથી. રાજ્યમાં માર્ચ મહિનામાં સરેરાશ 0.2 મીલિમીટર વરસાદ થતો હોય છે. જોકે, આ વર્ષે 30 માર્ચ સુધીમાં રાજ્યમાં 13.4 મીલિમીટર વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં આજથી કમોસમી વરસાદ વરસવાની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લાના કપરાડાના ઉમરગામ સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદથી ફળના રાજા ગણાતા કેરીના પાકને પણ ભારે નુકશાન પહોંચ્યું છે. ભાવનગરના જેસરના પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. બિલ્લા, ઉગલવાણ, સરેરા અને શાંતિનગરમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT