ગાંધીના ગુજરાતમાં કેટલાનો દારૂ ઝડપાયો? જાણો ગૃહમંત્રીએ ગૃહમાં કર્યો સ્વિકાર કે દારૂ…

Krutarth

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં કથિત રીતે દારૂબંધી લાગુ છે જો કે દારૂ જ્યાં જોઇએ ત્યાં મળે તે બાબત સર્વવિદિત છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા પણ લઠ્ઠાકાંડ થાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતા પણ દારૂ પીને વાહન ન ચલાવો તે પ્રકારના બોર્ડ પણ જોવા મળે છે. જો કે આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યમાં દારૂના દુષણ અંગે સરકાર ચિંતિત છે અને તેને દુર કરવા માટે પણ સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ અંગે જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે. દારૂબંધી અંતર્ગત કાર્યવાહીમાં 2022 માં દારૂબંધી ભંગના 740 જેટલા કેસ કરીને રૂપિયા 20.66 કરોડનો દારૂ પકડવામાં આવ્યો છે. સંબંધિતો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

દારૂના આંકડા જાણીને ચોંકી ઉઠશો
રાજ્યમાં બે વર્ષમાં વિદેશી દારૂની કુલ 1,97,56,21,059 કિંમતની 51,48,05,345 બોટલ, દેશી દારૂ 3,99,95,154 કિંમતનો 1,00,80,465 લીટર અને બિયર 10,51,46,161 કિંમતની 2,99,95,154 બોટલ ઝડપાઇ છે. તેમજ 62012876274 કિંમતનું અફીણ, ચરસ, ગાંજો, હેરોઇ, પોશડોડા પાવડર અને અન્ય ડ્રગ્સ ઝડપાયું છે. બે વર્ષમાં રાજ્યમાંથી કુલ 64139633620 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ, બિયર કે અન્ય નશીલું દ્રવ્ય ઝડપાયું છે. આ ગુનામાં સંડોવાયેલા કુલ 3716 આરોપીઓની ધરપકડ કરાઇ છે.

ગૃહમંત્રીએ દારૂ અંગે સદનમાં માહિતી આપી
ગૃહમંત્રીએ દારૂના દાનવને નાથવા માટે સધન કાર્યવાહીની માહિતી આપતા જણાવ્યું કે, 2018 માં 149 કે 2019 માં 400 કેસ 2020 માં 224 કેસ 2021 માં 275 અને 2022 માં 740 કેસ કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના દારૂબંધી ભંગના પ્રશ્નોના ઉત્તર ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, 31-02-2023 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દારૂબંધીના કુલ 12,739 ગુના નોંધાયા છે. આ ભંગ માટે 13,188 ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. 85 જેટલા ઇસમો હજી પણ ફરાર છે. તેમની સામે કાયદાકીય પગલા ભરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સ્ટેટ મોનિટરિંગ સેલ અંગે પણ માહિતી આપી હતી
સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી અને કાર્યવાહી સંદર્ભે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સ્ટેટ મોનિટરિંગ સેલે રાજ્ય સ્તરની એક એજન્સી છે. જે દારૂ જુગાર અને અન્ય સંવેદનશીલ બાબતો પર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ સીધી જ કાર્ય કરે છે. તે કોઇ પોલીસ સ્ટેશન અંતર્ગત નહી પરંતુ પોલીસ મહાનિર્દેશક અંતર્ગત કામ કરે છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૫૧૭ ગુનાઓ શોધી દેશી વિદેશી 13.50 લાખનો દારૂ તથા અન્ય મુદ્દા માલ મળી રૂપિયા 25.98 લાખના મુદ્દામાલ સાથે 1266 આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે.299 વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ ઉપરાંત ડ્રગ્સ અને બિનકાયદેસર હથિયારો અંગે પણ માહિતી આપી
ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર સપ્લાયરો તથા મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ખુંખાર બુટલેગરોને પકડી પાડીને કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાન, પંજાબ તથા હરિયાણામાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી હેરાફેરી કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં 147 ગુનાઓ દાખલ કરાયા છે. જે પૈકી 32 ગુનાઓમાં નાસતા ફરતા હોય તેવા અને દેશ છોડી ગયા હોય તેવા આરોપીઓ સામે પણ રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરીને તેમને યુએઈ સહિત અનેક દેશોથી અટકાયત કરી છે. હાલ તેમના પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT