Gujarat Rain Update: આણંદ જિલ્લાના ઉમરેઠના ખાનપુર પાસેના ખેરડા ગામ પાસે મહિસાગર નદીના પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. ખેતરોમાં પાણી ઘુસી જતાં 5 લોકો ફસાયા હતા. આણંદ ફાયર બ્રિગેડની ટીમે પાંચ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લીધા હતા. પાંચેય જણ ખેરડાગામના ખેતરમાં રહેતા હતા. આ બચાવ કામગીરી રાત્રે કરવામાં આવી હતી. 5માંથી 3 સ્ત્રી અને 2 પુરુષ છે.
Gujarat Rain: ભારે વરસાદ વચ્ચે 6 જિલ્લામાં શાળાઓમાં રહેશે રજા, નર્મદા બંધનું જળસ્તર 138.68 મી. પહોંચ્યું
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમમાથી 9લાખ 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્ંયુ છે. જે પાણી વમાકબોરી વીયરમાં આવતા વમાકબોરી વીયર ભયજનક સપાટી પર પહોંચી ઓવરફ્લો થયો છે. જેને લઈ આણંદ ખેડા જિલ્લાના ગામોમાં થઈ પસાર થતી મહિસાગર નદીમાં આ પુરના પાણી આવતા નદી કિનારાના આસપાસના વિસ્તારોમાં પુરના પાણી ફરી વળ્યા છે. જેને લઈ મોડી રાત્રે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના આવેલ ખાનપુર પાસેના ખેરડા ગામમા મહિસાગર નદી કીનારે આવેલ ખેતરમાં પાંચ લોકો રહેતા હતા. મોડી રાત્રે ખેતરમા મહિસાગર નદીમાં આવેલા પુરના પાણી ફરી વળતા પાંચ લોકો ફસાયા હતા. જેની જાણ આણંદ ફાયર વિભાગને થતા આણંદ ફાયર વિભાગની ટીમે 5 લોકોનુ મોડી રાત્રે રેસ્ક્યુ કર્યું હતું. પાંચમાંથી 3 મહિલાઓ અને 2 પુરૂષ હતા. જેમને સહીસલામત અન્ય સ્થળે ખસેડાયા છે.